જૂનાગઢમાં પતંગની દોરીથી ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવશે

રાજય સરકાર દ્વારા પતંગની દોરીથી પક્ષીઓને ઇજા ન થાય તે માટે જાગૃતિ કેળવવા અને ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે તા.૧૦ જાન્યુઆરી થી તા.૨૦ જાન્યુઆરી સુધી કરૂણા અભિયાનની ઉજવણી કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં પણ પક્ષીઓને ઇજા દરમ્યાન સારવાર મળી રહે તે માટે કંટ્રોલરૂમ અને પશુ તબીબોની ટીમ સાથે આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને કરૂણા અભિયાનના આયોજન અંગેની મીટીંગ મળી હતી. જેમાં નાયબ વન સંરક્ષક શ્રી ધીરજ મિતલે જણાવ્યું હતું કે જિલ્લામાં આર.એફ.ઓ કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે. ભવનાથમાં વાન સાથે વેટરનરી તબીબ અને કર્મચારીઓની ટીમ તૈનાત રહેશે. પીજીવીસીએલ અને મહાનગરપાલીકા દ્વારા પણ કામગીરી કરવામાં આવશે. મહાનગરપાલીકાના અધિકારીઓને ચાઇનીઝ દોરી અંગે તપાસ કરવા અને કાર્યવાહી કરી જાહેરનામા પ્રમાણે અમલવારી કરવા સુચના આપી હતી. પક્ષી ઇજાગ્રસ્ત કે તાર પર ફસાયેલ જોવા મળે તો જૂનાગઢ સીટીમાં ૦૨૮૫-૨૬૫૧૭૮૩ અને ગ્રામ્યમાં ૦૨૮૫-૨૬૩૩૭૩૧, કેશોદમાં ૦૨૮૭૧-૨૩૩૮૯૬ ઉપરાંત હેલ્પલાઇન ૧૯૬૨ ઉપર પણ સંપર્ક કરી શકાશે. જૂનાગઢના હિરાપન્ના સ્થિત જીવદયા પ્રેમી સંસ્થાના શ્રી દોશીભાઇ ઉપરાંત જોશીપરાના શ્રી પ્રણવભાઇ મો.૮૯૮૦૫૦૪૯૪૦નો પણ સંપર્ક કરી પક્ષીની સારવાર માટે જણાવી શકાશે.
વન વિભાગે પણ હેલ્પ લાઈન નંબરો જાહેર કર્યા છે
વન વિભાગે પણ હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા છે જેમાં જણાવવામાં આવેલ છે કે, ઇજાગ્રસ્ત પક્ષી જોવા મળે તો વિસાવદરમાં ૦૨૮૭૩-૨૨૨૨૯૮ મો.૭૫૭૪૯૫૦૨૭૩, મેંદરડામાં ૦૨૮૭૨ ૨૪૧૦૬૨ મો. ૮૯૦૫૦૬૮૫૭૯, કેશોદમાં ૦૨૮૭૧-૨૩૩૮૯૬ મો.૯૮૨૫૦૭૬૬૨૮, માણાવદરમાં ૦૨૮૭૪૨૨૧૦૫૭ મો.૯૯૧૩૭૬૭૨૭૫, જૂનાગઢ સીટી ૦૨૮૫-૨૬૫૧૭૮૩ મો.૯૮૭૯૫૪૧૩૪૨, જૂનાગઢ ગ્રામ્ય ૦૨૮૫-૨૬૩૩૭૮૧ મો.૯૬૦૧૮૪૬૦૦૭, માંગરોળ ૦૨૮૭૮-૨૨૨૨૪૨ મો. ૯૭૨૫૯૯૮૨૬૯ તેમજ ભેંસાણ ૦૨૮૭૩- ૨૫૩૧૩૯ મો.૯૩૨૫૫૧૪૮૦૧ અને માળીયા મો.૮૭૫૮૩૩૩૪૮૧ નો સંપર્ક કરી શકાશે તેમ નાયબ વન સંરક્ષક ગીર પશ્રિમ વિભાગ જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.

Leave A Reply