Monday, April 22

ટાઉનહોલનાં રિનોવેશન બાદ નિકળેલા ભંગારને લઈ અધિકારીઓએ મૌન સેવ્યું

Want create site? Find Free WordPress Themes and plugins.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ટાઉન હોલનું રિનોવેશન કરવામાં આવ્યું છે. આ રિનોવેશન દરમ્યાન લાખો રૂપિયાની કિંમતનો ભંગાર નિકળ્યો હતો. જોકે હાલમાં આ ભંગાર કયાંય જોવા મળતો ન હોય ખુદ કેટલાક અધિકારીઓ પણ ભંગાર કયા પગ કરી ગયો તેની શોધ માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. હાલમાં મનપામાં ટાઉન હોલના ભંગારના મામલે સારી એવી ચર્ચા થઇ રહી છે. કોઇએ અન્ય અધિકારીઓને અંધારામાં રાખીને ભંગારની રોકડી કરી લીધી હોવાની પણ છાને ખૂણે ચર્ચા થઇ રહી છે. જોકે હાલ તો આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓએ ભેદી મૌન સેવી લીધું છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

8 + 2 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud