જૂનાગઢ ખાતે ગિરનાર આરોહણ સ્પર્ધા ઉત્સાહભેર યોજાઈ

જૂનાગઢ ખાતે રવિવારે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા રાજયકક્ષાની યોજવામાં આવી હતી. રાજયનાં ર૦ જીલ્લાનાં ૯૮૦ યુવા ભાઈ-બહેનોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જૂનાગઢનાં ર૧ વર્ષીય યુવાન અમિત રાઠોડ પ૮ મીનીટ અને પ૬ સેકન્ડમાં અંબાજી શિખર થઈ નીચે ઉતરી અને પ્રથમ સ્થાન મેળવ્યુ હતું તેમજ જુનિયર ભાઈઓમાં જૂનાગઢ પરમાર લાલા ચિમનભાઈએ નંબર મેળવ્યો હતો. જયારે મોરબીમાં મહિલા પોલીસમાં ફરજ બજાવતાં ભુમિકાબેન સિનિયર બહેનોમાં પ્રથમ સ્થાને જયારે જુનિયર બહેનોમાં ખીરસરાનાં સાયરાબેને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વિજેતાઓને ઈનામ આપવાનો કાર્યક્રમ મંગલનાથ બાપુની જગ્યા ખાતે મહાનુભાવોની ઉપÂસ્થતીમાં યોજાયો હતો.

Leave A Reply