જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની યોજાયેલી બેઠકમાં અનેકવિધ વિકાસકામોને મંજૂરી અપાઈ

જૂનાગઢ મહાનગર-પાલિકાની સ્થાયી સમિતીની ૭૧મી બેઠક ચેરમેન નિલેશભાઈ ધુલેશીયા, કમિશ્નર સોલંકી, નાયબ કમિશ્નર નંદાણીયા તથા ઉપÂસ્થત સદસ્યશ્રીઓ અને અધિકારીઓ વચ્ચે યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં આશરે રૂ.૧૦ કરોડથી વધુ રકમના શહેરના સર્વાંગી વિકાસના વોર્ડવાઈઝ તથા મુખ્ય રોડના કામો તથા અન્ય અનેકવિધ વિકાસકામો કે જે સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટોમાંથી નક્કી કરવામાં આવેલ હતા તે તમામ કામોની ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવેલ છે જેમાં તમામ વોર્ડના વિકાસકામોને આવરી લેવામાં આવેલ છે તેમજ આ કામો ત્વરીત ગતીએ શરૂ થાય તે માટે આજરોજની બેઠકમાં સુચન કરવામાં આવેલ છે આગામી દિવસોમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આ કામો શરૂ કરવામાં આવનાર છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા ફિકસ અને રોજમદાર કર્મચારીઓ કે જેઓએ પ વર્ષનો નોકરીનો સમયગાળો પૂર્ણ કરેલ હોઈ તેઓને કાયમી નિમણૂંક આપવા જનરલબોર્ડ તરફ ભલામણ સાથે મંજૂર કરવામાં આવેલ છે તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને ગ્રેચ્યુઈટીની મહતમ મર્યાદા કે જે ૧૦ લાખની હતી તેને ર૦ લાખ કરવા માટે મંજૂરી આપવામાં આવેલ છે. આમ કર્મચારીઓના નિવૃત્તી ચાલુ ફરજ દરમ્યાન અવસાન કે સ્વૈચ્છીક રાજીનામાના કિસ્સામાં ગ્રેચ્યુટીની રકમની મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે અને કર્મચારીઓ માટે હિતલક્ષી નિર્ણય લેવામાં આવેલ છે. વિશેષમાં મહાનગરપાલિકા જૂનાગઢ વિસ્તારમાં વસતા નાગરીકોને કરવેરા બાબતમાં રાહત યોજના લાવવામાં આવી છે જે કર ભરપાઈ કરવાનો બાકી હોય તેવા આસામીઓને તા.૧/ર/ર૦૧૯ થી તા.૩૧/૩/ર૦૧૯ સુધી પાછલી બાકી રકમ ઉપરના વ્યાજમાં પ૦ ટકાની રાહત આપવાનો કરરાહતરૂપી નિર્ણય બેઠકમાં લેવામાં આવેલ છે. બહુજનહિતાય વિકાસલક્ષી તથા રચનાત્મક અને વિકાસાત્મક તથા કર્મચારીઓના હિતલક્ષી અભિગમથી સ્થાયી સમિતિની બેઠકમાં અનેકવિધ સકારાત્મક અને કરોડો ઉપરાંતના વિકાસકામોને મંજૂરી આપવાના નિર્ણયો લેવામાં આવેલ છે હોવાનું યાદીમાં જણાવેલ છે.

Leave A Reply