જૂનાગઢ ખાતે ગુજરાત ઈ- માર્કેટપ્લસ કાર્યશાળા યોજાઇ

ગુજરાત રાજ્યની સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રના એકમો દ્વારા જરૂરી સામાન્ય વપરાશની માલ અને સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ઓગસ્ટ ૨૦૧૬માં જીઇએમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લિસ્ટેડ પ્રોડક્ટ્‌સમાં સતત વધારો થઇ રહ્યો છે અને બાયર્સની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જીઇએમ પોર્ટલ પાસે હાલમાં ૭૩૧૮૯૮ વિવિધ પ્રોડક્ટ છે, ૩૯૮૪ સર્વીસ, ૧૮૫૬૬૮ સેલર્સ અને સર્વીસ પ્રોવાઈડર, ૩૨૫૭૩ બાયર ઓર્ગેનાઈજર દ્વારા અત્યાર સુધીમાં ૧૭૫૩૭ કરોડનાં ઓર્ડર બુક થયા હોવાની વાત જીઇએમનાં રિસોર્સ પર્સન શ્રી સાગર સોનીએ બાયર્સ અને સેલર્સને તાલીમ આપતા જણાવી ઉમેર્યુ હતુ કે જીઇએમ ઉત્પાદકો અને સીધા બાયર્સ માટે છે, આઇટી ઇક્વીપમેન્ટ, અર્ધલશ્કરી દળો, સંરક્ષણ અને પોલીસ આધુનિકીકરણની જરૂરિયાતો અને સ્પોટ્‌ર્સ ઓથોરિટી માટે વસ્ત્રો અને ચીજો સહિત દરેક પ્રોડક્ટ્‌સને પોર્ટલ ઉપર એમએસઇ માટેની અનામત કેટેગરી હેઠળ લાવી રહ્યા છે. તેમાંની અમુકને પહેલેથી જ સમાવી લેવામાં આવી છે. જ્યારે કેન્દ્ર સરકારનાં નાણાં વિભાગો અત્યારે ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ)નો ઉપયોગ કરે છે, જ્યારે રાજ્યો તેનો ઉપયોગ કરવા આતુરતા દાખવી રહ્યા છે. જીઇએમ ખરીદીને વેગ આપે છે અને પારદર્શકતા વધારે છે, તેમજ સ્થાનિક સ્તરે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે.ઉદ્યોગ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા પ્રેરીત અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી જૂનાગઢ દ્વારા આયોજીત જીઇએમ કાર્યશાળાને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી કે.એલ.ગામીતે દિપપ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકી સેમિનારમાં ઉપસ્થિત બાયર્સ અને સેલર્સને આજની કાર્યશાળામાં આપવામાં આવનાર તાલીમ સાચા અર્થમાં ઉપયોગી પુરવાર થશે તેમ જણાવી સૈને આવકાર્યા હતા. આ પ્રસંગે ઈન્ડસ્ટ્રીયલ પ્રોગ્રામ ઓફીસર શ્રી પરમાર, શ્રી મેઘાવી, જૂનાગઢ, ગીરસોમનાથ, અને પોરબંદર જિલ્લાનાં વિવિધ કચેરીઓનાં એકાઉન્ટ સંભાળતા અધિકારીઓ, કર્મચારીઓ, ઉદ્યોગકારો બાયર્સ અને સેલર્સ, સહિત ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લસ(જીઇએમ) સાથે સંકળાયેલ સેવાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply