જૂનાગઢમાં રકતદાન કેમ્પ યોજાયો – ૪૬ બોટલ રકત એકત્ર કરાયું

ભારત સરકારશ્રીનાં યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત જિલ્લા યુવા સંયોજકશ્રીની કચેરી નહેરૂ યુવા કેન્દ્ર જૂનાગઢ, અને સરકારી આયુર્વેદ કોલેજ મહાવિદ્યાલય રાષ્ટ્રીય સેવા યોજના કાર્યક્રમ સંયુક્ત ઉપક્રમે સુભાષચંદ્ર બોઝનાં જન્મ જયંતી નીમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૧૦૦ જેટલા યુવાઓએ ભાગ લીધો હતો. રક્તદાન શિબિરને સરકારી આયુર્વેદ કોલેજનાં આચાર્ય ડો. સિધ્ધેશના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સરકારી સિવિલ હોસ્પીટલ, સર્વોદય બ્લડ બેંકનો સહયોગ સાંપડયો હતો. ૪૬ જેટલા રક્તદાતાઓએ હોંશભેર રક્તદાન કરી સુભાષચંદ્રબોઝની જન્મજયંતીને ઉત્સાહભેર ઉજવી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

Leave A Reply