જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન ૧૪.૯, ગિરનારમાં ૯.૯ ડિગ્રી

જૂનાગઢમાં વાતાવરણમાં પલટો આવતા ઠંડીની અસરમાં વધરો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી મહત્તમ તાપમાન સતત નીચુ જઇ રહ્યું છે તેમજ પવનની ઝડપ પણ વધી રહી છે જેના કારણે વહેલી સવારે તેમજ મોડી રાત્રીના ઠંડીની અસર વર્તાઇ રહી છે. ગુરૂવારે મહત્તમ તાપમાન ૨૬.૬ ડીગ્રી લઘુતમ ૧૪.૯ ડીગ્રી રહ્યું હતું જ્યારે પવનની ઝડપ ૫.૩ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન ૯.૯ ડીગ્રી રહ્યું હતું.

Leave A Reply