ઘઉંના વાવેતરમાં ચાલુ વર્ષે ૫૦ ટકાથી વધુનો ઘટાડો

જૂનાગઢ જિલ્લામાં રવિ પાકમાં મુખ્યત્વે ઘઉં અને ચણાનું વાવેતર થાય છે. જોકે ચાલુ વર્ષે પાણીની અછત સર્જાતા ખાસ કરીને ઘઉંના વાવેતરમાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. પાણીની અછતને લઇ ઘઉંનો પાક લઇ શકાય તેવી અનેક વિસ્તારમાં સ્થિતી ન હોય ખેડૂતોએ ઘાંસચારાનું વાવેતર કરી દીધું છે જેથી પશુનો નિભાવ આસાનીથી કરી શકાય.જૂનાગઢ જિલ્લામાં પ્રતિ વર્ષ શિયાળાની ઋતુમાં રવિપાક તરીકે અનેક પાકોનું વાવેતર કરવામાં આવે છે. જોકે આ તમામ રવિ પાકોમાં સૌથી વધુ વાવેતરમાં ઘઉં, ચણા,ધાણા અને જીરૂનો સમાવેશ થાય છે.

Leave A Reply