જૂનાગઢમાં આવતીકાલે ૭૦માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં ૭૦ માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી માટેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે અને ઠેર-ઠેર ધ્વજવંદન સહીતના કાર્યંક્રમો આવતીકાલે યોજવામાં આવશે. જૂનાગઢ જીલ્લાકક્ષાનાં પ્રજાસતાક દિનની ઉજવણી માળીયા હાટીનાં ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પાણી પુરવઠા વિભાગનાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનાં હસ્તે ધ્વનવંદનનો કાર્યક્રમ યોજાશે. મંત્રીશ્રીનાં અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ પણ બાળકો અને વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવશે.

Leave A Reply