જૂનાગઢ ખાતે ગીરનાં ભૂપૃષ્ઠ ઉપર રચાયેલી પ્રકૃત્તિ અને માનવીનાં અનોખા સંબંધને ઉજાગર કરતી અકુપાર નાટ્ય મંચન

ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગરનાં સહયોગથી તથા ભક્તકવિ નરસીંહ મહેતા યુનિવર્સટી જૂનાગઢ આયોજીત ગીરનાં ભૂપૃષ્ઠ ઉપર રચાયેલી પ્રકૃત્તિ અને માનવીનાં અનોખા સબંધોની કથાને ગીરની પોતીકી ભાષામાં ઉજાગર કરતા ધ્રુવ ભટ્ટ રચિત અને અદિતી દેસાઇ દિગ્દર્શિત નાટ્ય મંચનનું આયોજન તા. ૧ ફેબ્રુઆરીએ સાંજે ૬-૦૦ કલાકે નોબલ ગ્રુપ ઈન્સ્ટીટ્યુટનાં ઓડીટોરીયમ ખાતે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ ડો. જે.પી.મૈયાણી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનાં ઉદઘાટક જિલ્લા સમાહર્તા ડો. સૌરભ પારઘી, અને વિશેષ ઉપસ્થિતી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસિંઘ, મેયર આદ્યાશક્તિબેન મજમુદાર, કૃષિ યુનિ.નાં કુલપતિ ડો.એ.આર. પાઠક, મુખ્ય વનસંરક્ષક ડી.ટી.વસાવડા, અને એસ.કે. મહેતા ઉપસ્થિત રહેશે તેમ જ્યોતિષ ભટ્ટ સભ્ય સચિવ ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Leave A Reply