પદ્મશ્રી વલ્લભભાઈ મારવણિયાનો પરબત લક્ષ્મણ પટેલ સમાજ જૂનાગઢ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ નજીકના ખામધ્રોળ ગામના વલ્લભભાઈ મારવણીયાને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી થતા જૂનાગઢ Âસ્થત પરબત લક્ષ્મણ પટેલ સમાજ દ્વારા ઝાંઝરડા રોડ ઉપર આવેલ નવા સમાજ ખાતે સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં વલ્લભભાઈને સુતરની આંટી પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મેને.ટ્રસ્ટી બિપીનભાઈ કનેરીયા (પટેલ સમાજ), પ્રમુખ કિશોરભાઈ હદવાણી (પટેલ સમાજ), જમનભાઈ ઝાલાવાડીયા (ઉમિયા સમાધાન પંચ) રતિભાઈ મારડીયા (મેને.ટ્રસ્ટીશ્રી ફડદુવાડી), પ્રવિણભાઈ ભડાણિયા (યુફો પ્રમુખ), શિરીષભાઈ સાપરીયા (ટ્રસ્ટી પટેલ સમાજ) સન્માનનો પ્રત્યુતર આપતા વલ્લભભાઈ મારવણીયાએ જણાવેલ કે, આ સન્માન મારૂ નહીં પણ ખામધ્રોળ ગામનું સન્માન છે અને આગામી દિવસોમાં યુવાનોને વ્યસન મુકત જીવન જીવવા માટે સલાહ આપેલ હતી. વલ્લભભાઈના પુત્ર અરવિંદભાઈએ જણાવેલ કે, પદ્મશ્રી એવોર્ડ સન્માનમાં માર્ગદર્શક તરીકે સમાજના માનદ મંત્રી મુકુન્દભાઈ હિરપરાના માર્ગદર્શનને આભારી છે. ઝાંઝરડા રોડ નિર્માણ પામી રહેલ નવા સમાજમાં તન મન અને ધનથી દાન આપવા મેને.ટ્રસ્ટી બિપીનભાઈ કનેરીયાએ અપીલ કરેલ તેમજ વલ્લભભાઈ મારવણિયાની પદ્મશ્રી એવોર્ડ તરીકે પસંદગી બદલ રાજય સરકારનો આભાર માન્યો હતો.

Leave A Reply