પ્રયાગરાજ ખાતે યોજાયેલા કુંભના મેળામાં મૌની અમાસના પર્વે બીજા શાહી સ્નાનનો લાખો ભાવિકોએ લીધો લાભ

ગઈકાલે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં વહેલી સવારથી જ મોની અમાસ અથવા તો બીજા શાહી સ્નાન વેળા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહેલી પરોઢથી જ શાહી સ્નાનની શરૂઆત થઇ ગઇ હતી. કુંભ મેળાના બીજા શાહી સ્નાનને લઇને જુદા જુદા અખાડાના સંતો પણ પવિત્ર ડુબકી લગાવવા માટે પહોંચ્યા હતા અને મૌની અમાસના પ્રસંગે શાહી સ્નાનનો લાભ લીધો હતો. આ તકે વહીવટીતંત્ર દ્વારા હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ પવિત્ર મૌની અમાસના દિવસે નાયબ મુખ્યપ્રધાન કૈશવ પ્રસાદ મૌર્ય અને કેબિનેટ પ્રધાન બૃજેશ પાઠકે પણ પવિત્ર ડુબકી લગાવી હતી. કુંભ મેળા દરમિયાન દીગમ્બર સાધા સંતોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો.
આ વખતે કુંભ મેળાને વધારે ભવ્ય બનાવવા માટે યોગી સરકાર દ્વારા ખાસ પગલા લેવામાં આવ્યા છે.હવે ચોથી માર્ચ સુધી આનું આયોજન રહેશે. કુંભને લઇને છેલ્લા ઘણા મહિનાથી પ્રયાગરાજમાં તૈયારી ચાલી રહી હતી.મૌની અમાસના દિવસે પવિત્ર ડુબકીનુ ખાસ મહત્વ રહેલુ છે. જેથી કરોડો લોકો પહોંચે છે.

Leave A Reply