ગીરના જંગલ માંથી પસાર થતા રોડ ઉપર સ્પીડ બ્રેકર (બમ્પ) બનાવવાની માંગ સાથે રેલી અનેઆવેદનપત્ર અપાયુ

સિંહોના માસ્ક પહેરી વિદ્યાર્થીઓ બાળકો ઉતર્યા રસ્તા ઉપર વન વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારી ને આવેદનપત્ર આપ્યુ મેંદરડા થી સાસણ ગીર અને સાસણ ગીર થી માળીયા ના રોડ ઉપર સ્પીડ બ્રેકર (બમ્પ) નહીં મુકવા ના કારણે અસંખ્ય વન્ય પ્રાણીઓ મોત થયા છે દેવળીયા વળીયા રોડ ઉપર એક સિંહ બાળ વાહન હડફેટે ઘાયલ થયું છે હરણ, દીપડા અને નિશાચર પ્રાણીઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે આપણા મહામુલા વન્ય પ્રાણીઓ ના મોત થઇ રહ્યા છે ત્યારે જવાબદારી કોની રહેશે તે સુનિશ્ચિત કરી ને અગાઉ જે પ્રમાણે રસ્તા ઉપર સ્પીડ બ્રેકર (બમ્પ) હતા તે પ્રમાણે ફરીથી સ્પીડ બ્રેકર (બમ્પ) બનાવી વન્ય પ્રાણીઓનું સાચા અર્થમાં સંરક્ષણ કરવામાં આવે તેવી સૌ પર્યાવરણ પ્રેમીઓની લાગણી અને માંગણી છે. વાઇલ્ડલાઇફ એન્ડ બાયોડાયવર્સીટી કંજર્વેશન મંડળ દ્વારા આવેદનપત્ર અપાયુ.

Leave A Reply