જૂનાગઢ ખાતે યોજાનારા મીનીકુંભનાં મેળામાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભાવભર્યું નિમંત્રણ અપાયું

જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ તળેટી વિસ્તારમાં આગામી તા.ર૭ ફ્રેબુઆરીથી પ માર્ચ દરમ્યાન મહાશિવરાત્રીનો મેળો એટલે કે મીનીકુંભ મેળો યોજવામાં આવનાર છે. સરકારે કરેલી જાહેરાત બાદ સૌપ્રથમવાર યોજાઈ રહેલાં મીનીકુંભ મેળાને લઈને તડામાર તૈયારી હાથ ધરવામાં આવી રહી છે અને ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આ દરમ્યાન શિવરાત્રિ નિમિતે જૂનાગઢ ખાતે યોજાનારા ‘‘મીનીકુંભ’’ મેળામાં પધારવા માટે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી સતિષ શર્માને લખનઉ ખાતે ગુજરાત સરકારવતી શિક્ષણ મંત્રીભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વન આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા અને રાજય શિક્ષણ મંત્રી
વિભાવરીબેન દવેએ આમંત્રણ પાઠવ્યું હતું આ તકે મહામંડલેશ્વર પૂજય ભારતીબાપુ તેમજ મહંતશ્રી શેરનાથબાપુ ઉપÂસ્થત રહ્યાં હતાં.


Leave A Reply