જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ગાયત્રી મંદિરની દાનપેટી તોડી તસ્કરો રોકડની ઉઠાંતરી કરી ગયા

શંકર ભગવાનનાં મંદિર ખાતે પણ દાનપેટી તુટી ઃ સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ


જૂનાગઢનાં ભવનાથ તળેટી જવાનાં રસ્તા ઉપર આવેલાં સુપ્રસિધ્ધ ગાયત્રી માતાજીનાં મંદિર ખાતે તેમજ શંકર ભગવાનનાં એક મંદિર ખાતે તસ્કરોએ દાનપેટી તોડયાનો બનાવ બનવા પામેલ છે અને આ બનાવની જાણ થતાં ભવનાથ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસની કામગીરી હાથ ધરી છે.આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર સુપ્રસિધ્ધ ભવનાથ રોડ ઉપર આવેલ ગાયત્રી માતાજીનાં મંદિરે ગઈકાલે રાત્રીનાં ૧ર થી ૩ વાગ્યાનાં અરસામાં કોઈ અજાણ્યા શખ્સોએ મુખ્ય મંદિરમાં આવેલી ત્રણ દાનપેટી તોડી અને રૂ.૪પ૦૦ જેવી રકમની ઉઠાંતરી કરેલ તેમજ બાજુમાં આવેલાં શંકર ભગવાનનાં મંદિરમાંથી પણ જાળી તોડી અને દાનપેટી તોડયાનો બનાવ બનેલ છે. અહીં આવેલાં તસ્કરો દાનપેટી લઈ અને જંગલમાં જતાં રહેલ અને ત્યાં બેટરીનાં અંજવાળે દાનપેટી તોડી અને તેમાંથી દાનની રકમની ઉઠાંતરી કરી ગયેલ છે આ બનાવ અંગે ગાયત્રી મંદિરનાં સંચાલકોને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવતાં ભવનાથ પોલીસનો કાફલો બનાવનાં સ્થળે દોડી અને તપાસની કામગીરી હાથ ધરી
છે.

Leave A Reply