વ્યાપાર ધંધો કરતા દુકાનદાર તેમજ એકમ ધારકોને એકજ વાર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

શ્રમ રોજગાર વિભાગના શોપ એસ્ટેબલિશમેન્ટ એક્ટમાં સુધારા દર્શાવતપં બિલ ગૃહમાં લાવવામાં આવશે. જેમા મહત્વના સુધારા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમ કે અત્યાર સુધીમાં 7 લાખ દુકાનદારો માટે દર વર્ષે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત હતું, આ બિલમાં સુધારા બાદ દર વર્ષે રિન્યુ નહી કરાવવું પડે. માત્ર શરૂઆતના પ્રથમ વર્ષે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એટલે નવા કાયદા પ્રમાણે દુકાનદાર તેમજ એકમ ધારકોને એકજ વાર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.દર વર્ષે રીન્યુ કરવાની ઝંઝટમાંથી મળ્યો છુટકારો નવા કાયદા મુજબ હવે પછી10 થી ઓછા શ્રમ યોગી જે દુકાન માં કામ કરતા હોય તેમણે રજિસ્ટ્રેશન કરાવવું નહીં પડે.કેબિનેટ માં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો.

Leave A Reply