અમદાવાદ મેટ્રોનું ટ્રાયલ.

મેટ્રો ટ્રેનની ઇંતેજારી ધીમેધીમે પૂર્ણ થવા જઇ રહી છે. ગુરૂવારે અમદાવાદમાં ફરી એકવાર મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. એપરલ પાર્ક સ્ટેશનથી વસ્ત્રાલ તરફના રૂટ પર ૩ કોચની મેટ્રો ટ્રેનને અત્યંત ધીમી ગતીએ દોડવવામાં આવી. મેટ્રોરેલ કોર્પોરેશન લીમીટેડના તમામ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. ઝીણામાં ઝીણી બાબતો પર સતત નજર રાખવામાં આવી રહી છે. મેટ્રો પ્રોજેક્ટના ઓપરેશન વિભાગના મેનેજરનું કહેવું છે કે, માર્ચ મહીનામાં કોઇપણ સમયે ટ્રેનને મુસાફરો માટે ખુલ્લી મુકવા તેમનું સમગ્ર તંત્ર તૈયાર છે.

Leave A Reply