ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી વધુ આઠના મોત નિપજ્યા

સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૧૧૦૦થી વધુ


સ્વાઈન ફ્લુથીગ્રસ્ત સેંકડો દર્દીઓ હજુય સારવાર હેઠળ સિઝનલ ફ્લુને રોકવાના તમામ પ્રયાસ છતાં કેસો વધ્યા
ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો કાળોકેર આજે યથાવતરીતે જારી રહ્યો હતો. સ્વાઈન ફ્લુના કારણે આજે એક જ દિવસમાં આઠ લોકોના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. આની સાથે જ સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો વધીને ૫૯ ઉપર પહોંચી ગયો છે. સ્વાઈન ફ્લુના આજે પમ અનેક નવા કેસો સપાટી ઉપર આવ્યા હતા. વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરી બાદથી હજુ સુધી રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા ૧૧૨૫થી પણ ઉપર પહોંચી ગઈ છે જ્યારે સ્વસ્થ થઇને ઘરે પરત ફરેલા દર્દીઓની સંખ્યા ૬૫૦ જેટલી નોંધાઈ છે. સ્વાઈન ફ્લુની અસર થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા હાલમાં ૪૦૦ની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે. આજના આંકડાને ધ્યાનમાં ન લેવામાં આવે તો પણ સ્વાઈન ફ્લુનો સૌથી વધારે પ્રકોપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જાવા મળ્યો છે જ્યાં જાન્યુઆરી મહિનામાં આ રોગથી ગ્રસ્ત લોકોની સંખ્યા ૨૧૩ ઉપર પહોંચી હતી. ફેબ્રુઆરી મહિનાના એક જ સપ્તાહના ગાળામાં આ સંખ્યા ૧૩૪થી પણ ઉપર પહોંચી ગઈ છે. જાન્યુઆરીથી લઇને હજુ સુધી અમદાવાદમાં છના મોત થઇ ચુક્યા છે જ્યારે ચાર લોકોના મોત તો એક સપ્તાહના ગાળામાં જ થયા છે. આજે સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત લોકોના જે વિસ્તારમાં મોત થયા હતા તેમાં અમરેલીમાં બેના મોત થયા હતા. રાજકોટમાં એક પુરુષનું મોત થયું હતું. ઉપલેટામાં પણ એકનું મોત થયું હતું. ભાવનગર અને રાજકોટમાં પણ એક એક વ્યÂક્તના મોત થયા છે. સ્વાઈન ફ્લુને કાબૂમાં લેવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા હોવા છતાં કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.

Leave A Reply