Sunday, November 17

વેરા વધારો નહીં સેવા વધારો સાથેનું બજેટ

કમિશ્નરે વધારેલા ૪ કરોડના વેરાનો બોજ ફગાવતી સ્થાયી સમિતિ

ર૮૯ કરોડનું ૧૭.૭૦ લાખની પુરાંતવાળું બજેટ રજુ કરાયું
જૂનાગઢ તા.૯
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની શુક્રવારે બજેટ અંગે બેઠક યોજાઈ હતી. આ બજેટ બેઠકમાં સ્થાયી સમિતી ચેરમેન નિલેશભાઈ ધુલેશીયાએ સુધારા-વધારા સાથેનું જૂનાગઢ મનપાનું વર્ષ ર૦૧૯-ર૦નું બજેટ મંજુર કર્યું હતું. કમિશ્નર પ્રકાશ સોલંકીએ રજુ કરેલા બજેટમાં અનેક પ્રકારના વેરા વધારા સૂચવવામાં આવ્યા હતા તે તમામ વેરાને સ્થાયી સમિતીએ ફગાવી દીધા છે. આમ જૂનાગઢની જનતા માથેથી ૪ કરોડના વેરાના બોજને સ્થાયી સમિતિએ ફગાવી દઈ જનતાને રાહત આપી છે. સ્થાયી સમિતિ ચેરમેન નિલેશ ધુલેશીયાએ જણાવ્યું હતું કે, આ બજેટ વેરો વધારો માટેનું નહિ લોકોની સેવા વધારો માટેનું છે. જૂનાગઢની જનતા માથેથી ટેક્ષનું ભારણ ઘટે અને સાથોસાથ વિકાસ પણ થાય તેવું બજેટ મંજુર કર્યું છે. બજેટનું કદ ર૮૯ કરોડનું છે અને પુરાંત સિલક ૧૭.૭૦ લાખની છે. હવે આ બજેટને આગામી જનરલ બોર્ડમાં આખરી મંજુરી માટે રજુ કરવામાં આવશે. બજેટ અંગેની બેઠકમાં નાયબ કમિશ્નર એમ.કે. નંદાણીયા, ડી. મેયર ગિરીશ કોટેચા, સંજય કોરડીયા, પુનીત શર્મા, હરેશ પરસાણા વગેરે ઉપÂસ્થત રહ્યા હતા. બજેટમાં પ્રજાને અપાયેલી રાહતો ઉપર નજર કરતાં ફાયર, ડોર ટુ ડોર ઘરે ઘરે જ કચરાનું કલેકશન, દિવાબતી, સફાઈ, મિલ્કતોની ટ્રાન્સફર, પાણી વેરો, નળ કનેકશન, પાણીના ટેન્કર, એબ્યુલન્સ વગેરેના ચાર્જમાં કમિશ્નરે વધારો સૂચવ્યો હતો. આ તમામ વધારાને સ્થાયી સમિતીએ ફગાવી દઈ પ્રજાને મોટી રાહત આપી છે. જેના કારણે પ્રજા ઉપરથી ૪ કરોડનું બોઝ ઘટી ગયો છે આ બજેટમાં કેટલીક વિશેષતા ઉપર નજર કરીએ તો જીઆઈડીસી વિસ્તાર માટે સારા નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં હાઉસટેક્ષ ઉપરાંત ખુલ્લા પ્લોટ ઉપર લેવાતો ૧પ ટકા ટેક્ષ નાબુદ કરાયો છે જ્યારે મનપામાં સમાવિષ્ટ જીઆઈડીસી માટે ૧૦ લાખની જાગવાઈ કરવામાં આવી છે. જે વિસ્તારો મનપામાં ભળ્યા નથી તેવા જીઆઈડીસી-ર અને ભવાની એસ્ટેટ પણ મનપા હસ્તક થાય ત્યારે તેમાં પ્રાથમિક તમામ જરૂરીયાતો પુરી પાડવામાં આવશે તેવી ખાત્રી સ્થાયી સમિતિએ આપી હતી. જ્યારે સૈનિકોના પરિવારોને મોટી રાહત આપી છે. અત્યાર સુધી શહિદોના પરિવારોને જ હાઉસટેક્ષમાં રાહત મળતી હતી. હવે આર્મીમાં નિવૃત થયા હોય ચાલુ ફરજે હોય તેના પરિવારોને પણ તમામ ટેક્ષમાંથી મુÂક્ત અપાશે. જ્યારે આ વર્ષથી પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન તરીકે જાણીતા સ્વ. અબ્દુલ કલામ ઉપરથી અબ્દુલ કલામ શિક્ષા એવોર્ડ માટે પ લાખની જાગવાઈ રાખવામાં આવી છે જેથી શ્રેષ્ઠ પરિણામ મેળવનાર છાત્રોને ઈનામો આપી સન્માનીત – પ્રોત્સાહિત કરી શકાશે. જ્યારે ટાઉન હોલનું રિનોવેશન કરવામાં આવ્યું હોય તેના ભાડાના નવા દર મંજુર કરવામાં આવ્યા છે જેમાં પ કલાકના ૧૦,૦૦૦ સૂચવ્યા છે જ્યારે સ્ટ્‌રેચર લાઈટ ભાડા સાથે ૧ર,પ૦૦, કોન્ફરન્સ હોલના ૩૦૦૦ કર્યા છે આમ જૂનાગઢની જનતા ઉપરથી તમામ પ્રકારના વેરાના બોજને હટાવી પ્રજાલક્ષી હળવું ફુલ બજેટ રજુ કરવામાં આવ્યું છે. બીજી તરફ કમિશ્નરે અધિકારી-પદાધિકારીઓની ઓફિસના ખર્ચ, વાહનો ખરીદીના ખર્ચ, પેટ્રોલ-ડિઝલના ખર્ચ જે સૂચવ્યા હતા તેમાં ઘટાડો ન કરતાં તેને યથાવત રાખ્યા હતા. આમ સ્થાયી સમિતિએ રજુ કરેલા બજેટમાં લોકોને અનેક પ્રકારની વેરાના બોજમાંથી મુÂક્ત મળી છે. હવે આ બજેટ આગામી જનરલ બોર્ડમાં આખરી મંજુરી માટે રજુ કરવામાં આવશે. બાદમાં મંજુરી મેળવી બજેટનો અમલ લાગુ કરાશે.

Leave A Reply