સાહિત્યીક નગર તરીકે પ્રસ્થાપિત થઇ રહેલા રાજકોટના રેસકોર્સ મેદાનમાં પુસ્તકપ્રેમીઓ માટે બૂક ફેર અને લિટરેચર ફેસ્ટીવલને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ શહેરના રેસકોર્સના મેદાનમાં રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા બૂક ફેર અને લિટરેચર ફેસ્ટીવલને ખુલ્લો મૂકતા કહ્યું કે ૨૧મી સદી જ્ઞાનની સદી છે ત્યારે વાંચે ગુજરાત જેવા પ્રયોગો અને સૌરાષ્ટ્ર બૂક ફૅર-લિટરેચર ફૅસ્ટિવલ જેવા સુંદર આયોજનોએ સમાજમાં જ્ઞાનના સંક્રમણને વધાર્યું છે.મા સરસ્વતીની આરાધના કરનારાગુજરાતીઓ સારા ઇન્વેસ્ટર છે.સારા ભવિષ્યના ઇન્વેસ્ટમેન્ટમાં આવા બુક ફૅર-લિટરેચર ફૅસ્ટિવલ એક સક્ષમ માધ્યમ બન્યા છે. છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં બૂક ફૅર અને લિટરેચર ફૅસ્ટિવલનો પ્રવાહ ફૂલ્યોફાલ્યો છે, મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, રંગીલું રાજકોટ ખાન-પાન મોજમસ્તીને સદાય આનંદ-પ્રમોદનું નગર એટલે આપણું રાજકોટ એવી ઓળખ વર્ષોથી રાજકોટની છે. પરંતુ આ જ રાજકોટની બીજી પણ એક આગવી તાસીર તે દર્શાવે છે કે રાજકોટ એટલે શબ્દ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ ધરાવતું નગર છે. આજથી પાંચ દિવસ સુધી રાજકોટ મહાનગરમાં પુસ્તક મેળો અને લીટરેચર ફેસ્ટીવલનું જે આયોજન થયું છે તે બદલાતા રાજકોટની તાસીર છે અને દુનિયામાં હવે રાજકોટ સાહિત્યીક નગર તરીકે પ્રસ્થાપિત થઇ રહ્યું છે તેની આગવી મિસાલ છે ગુજરાતી ભાષા લખનારા-વાંચનારા વર્ગને સીમિત કરી દીધો છે,બદલી નાખ્યા છે.
આજની યુવા પેઢી કે બાળ પેઢી પુસ્તક વાંચવું હોય કે કોઇ સાહિત્યકાર-લેખકનો પરિચય વાંચવો હોય તો રેફરન્સ તરીકે ગુગલ ગુરૂ અને વીકીપીડીયાનો સહારો લે છે. ઇન્ટરનેટ અને વેબ પોર્ટલના સોશિયલ મિડીયા યુગમાં વાંચન ભુખ સંતોષવા ઇ-બુકસનું ચલણ વધ્યું છે. તેની સામે હવે રાજકોટ મહાનગરમાં પ્રથમવાર આવો પુસ્તકમેળો અને લીટરેચર ફેસ્ટિવલ યોજાય એ જ ક્રાંતિકારી પરિવર્તનનું એક મોટું પગલું છે.
સદ્દવાંચનનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રી એ કહ્યું કે, પુસ્તકો જ આપણા સંસ્કારને ઘડે છે, આપણા વ્યક્તિત્વનું નિર્માણ કરે છે. નાનપણમાં વાંચેલી શ્રવણની વાર્તા આપણને આજીવન માતા-પિતાની સેવાના સંસ્કાર આપે છે. આપણે નાનપણમાં વાંચેલી એ વાર્તાની ચોંપડીઓની કિંમત ભલે ૨-૩ રૂપિયાની હતી પણ તેમાંથી મળતા સંસ્કાર કરોડો રૂપિયાના છે.પુસ્તકમેળામાં પ્રથમ દિવસે આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર અને વકતા શ્રીમતિ કાજલ ઓઝા વૈદ, શ્રી જય વસાવડા, શ્રી અંકિત ત્રિવેદી તેમજ શ્રી સાંઇરામ દવેએ ઉપસ્થિત રહી તેમનું પ્રભાવી વકતવ્ય આપ્યું હતું. આ પ્રસંગે ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસકપક્ષના પ્રમુખ દલસુખભાઇ જાગાણી, સ્ટેન્ડીંગ કમિટીના અધ્યક્ષ ઉદયભાઇ કાનગડ, ભાજપ મહિલા મોરચાના પ્રભારી મતિ અંજલિબેન રૂપાણી, દંડક અજયભાઇ પરમાર, સૌરાષ્ટ્ર યુનિ. ના ઉપકુલપતિ ડો. નીતિનભાઇ પેથાણી, પ્રો. નીલાંબરીબેન દવે, સીન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઇ રૂપાણી, કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તેમજ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો, પ્રાધ્યાપક અને વિશાળ સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહીત નગરજનો ઉપસ્થિત રહયા હતા.

Leave A Reply