Sunday, November 17

ટેકાનાં ભાવે મગફળી જોખાવા માટે ૨ હજાર દેવા પડે

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ટેકાનાં ભાવે મગફળી ખરીદવામાં આવી રહી છે પરંતુ મગફળી જોખાવા માટે ખેડૂતો પાસેથી રૂપિયા લેવામાં આવતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આજે મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડે ઘસી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. ખેડુતોએ આક્ષેપ કર્યો હતો કે અમારી પાસેથી ૨-૨ હજાર રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. ૨ હજાર રૂપિયા ન આપીએ તો મગફળી રીજેક્ટ કરી નાંખવામાં આવે છે. હજારો રૂપિયા ખર્ચીને અહીં સુધી મગફળી લાવવા છતાં મગફળી ખરીદવામાં આવતી નથી. વેપારીઓ સાથેથી સાંઠ-ગાંઠને લઇ મગફળી રીજેક્ટ કરવામાં આવી રહી છે.
અમિત પટેલે કહ્યું હતું કે મગફળી જોખવા માટે ખેડૂતો પાસેથી લાંચ લેવામાં આવી રહી છે. મામલતદાર સહિતનાં અધિકારીઓ આ અંગે મૌન છે પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.

Leave A Reply