ભેંસાણ તાલુકાની દિકરીઓએ પ્રતિજ્ઞા લીધી -‘હું મારા માતા-પિતાની સામે બળવો કરીને કયારેય પ્રેમલગ્ન કરીશ નહીં

‘હું મારા માતા-પિતાની સામે બળવો કરીને કયારેય પ્રેમલગ્ન કરીશ નહીં’
‘‘હું મારા લગ્ન પહેલા કોઈ પુરૂષના પ્રભાવમાં આવીને શારીરિક સંબંધ નહીં બાંધુ, કે પ્રેમલગ્ન કરીને ભાગીશ નહીં, અને મારા માતા પિતાએ કરી આપેલ લગ્નના છુટાછેડા નહીં કરૂં’’ આ પ્રતિજ્ઞા ભેંસાણ ગ્રામ પંચાયત દ્વારા ગત શનિવારે આયોજીત સેમીનારમાં ૧૪૦૦ દિકરીઓએ
પ્રતિજ્ઞા લીધી હતી.
ભેંસાણ ગ્રામ પંચાયતના સરપંચ અને ભાજપ અગ્રણી ભુપતભાઈ ભાયાણી તેમજ ગ્રામ પંચાયતના સદસ્યોની ટીમ દ્વારા ભેંસાણની સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ બરવાળા કોલેજ ખાતે એક વિશિષ્ટ પ્રકારનો મુગ્ધા સેમીનાર યોજાયો હતો જેમાં તાલુકાભરની ૧૪૦૦ થી વધુ દિકરીઓએ લાભ લીધો હતો. આ સેમીનારના વકતા અશ્વિનભાઈ સુદાણીએ દિકરીઓને એક દિકરી તરીકે કઈ રીતે જીવવું? તે અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, દરેક દિકરીને જીવનમાં આવતી નાની મોટી સમસ્યાઓનું સમાધાન મળતુંજ હોય છે. માતા- પિતા પ્રત્યે દરેક દિકરીઓએ સાદરભાવ રાખીને પારિવારીક જીવનના સુખ વિષે વિસ્તૃત સમજુતી આપી હતી. વિજાતીય આકર્ષણથી બચવા બાબત ઉપર છણાવટ કરી હતી તેમજ જીવનના મૂલ્યો અને ભવિષ્યના આયોજનો, સંસ્કાર, સંસ્કૃતિ વિષે વિગતવાર માહિતી આપી હતી. આ તકે દિકરીઓએ જમણો હાથ હૃદય ઉપર રાખીને પ્રતિજ્ઞા લીધી હતી કે હું મારા લગ્ન પહેલા કોઈપણ ‘‘હું મારા લગ્ન પહેલા કોઈ પુરૂષના પ્રભાવમાં આવીને શારીરિક સંબંધ નહીં બાંધુ, કે પ્રેમલગ્ન કરીને ભાગીશ નહીં, અને મારા માતા પિતાએ કરી આપેલ લગ્નના છુટાછેડા નહીં કરૂં’’ આ આયોજનને સફળ બનાવવા માટે ભુપતભાઈ ભાયાણીના માર્ગદર્શન હેઠળ પંચાયતના તમામ સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રશંસનીય કાર્યને સૌ લોકોએ બિરદાવ્યું હતું.


Leave A Reply