અમિતભાઇ શાહ આવતીકાલે અમદાવાદ ખાતેથી ‘મેરા પરિવાર – ભાજપા પરિવાર’ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવશે

ભાજપા દ્વારા આવતીકાલ તારીખ ૧૨ ફેબ્રુઆરીથી સમગ્ર દેશમાં ‘મેરા પરિવાર – ભાજપા પરિવાર’ અભિયાન શરૂ થવા જઇ રહ્યુ છે. જે અંતર્ગત ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અમદાવાદ ખાતે સવારે ૯.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને ભાજપાના ધ્વજનું ધ્વજારોહણ કરશે. ત્યારબાદ સવારે ૧૦.૦૦ કલાકે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ અમદાવાદ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઇ શાહ ‘મેરા પરિવાર – ભાજપા પરિવાર’ના દેશ વ્યાપી અભિયાનનો શુભારંભ કરી દેશભરના કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન આપશે. ભાજપા મીડિયા સેલની યાદી જણાવે છે.

Leave A Reply