સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા રાજકોટ ખાતે યોજાતો વેપાર ઉદ્યોગ મેળો

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા એસવીયુએમ ૨૦૧૯નું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશથી ડેલીગેટ્‌સ ઉપÂસ્થત રહ્યા છે. આ વેપાર મેળામાં ૧૦ પ્રકાર સેમિનારનું આયોજન કરવામાં આવશે . તારીખ ૧૫ સુધી ચાલનાર આ વેપાર મેળામાં આર્કિટેક, ટ્રક્ચરર એન્જિનર, કોન્ટ્રાક્ટર, બિલ્ડર માટે આફ્રિકા દેશમાં રહેલી તકો વિશે પણ માહિતી આપવામાં આવશે. જ્યારે અફઘાનિસ્તાન, કંબોડીયા જેવા દેશોમાં વેપારની તકો રહેલી છે તે વિષે પણ માહિતી આપવામાં આવશે. જ્યારે આ વેપાર મેળા વિઝા પ્રોસેસને લઈને પણ ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટાર્ટઅપ , ઇનોવેટર મીટ પણ રાખવામાં આવેલ છે જેથી ઉદ્યોગકારોને પણ તેનો મહત્તમ લાભ મળી શકે. આ એસવીયુએમમાં ૩૨ જેટલી મલ્ટી નેશનલ કંપનીના પ્રતિનિધિ હાજર રહેશે અને એનરજી કંજરવેશન ઉપર માહિતી પણ પ્રદાન કરશે.

Leave A Reply