આગામી ગિરનાર શિવરાત્રી કુંભ મેળા માટે વિવિધ કામોને અપાઈ મંજૂરી

જૂનાગઢ મહાનગર પાલિકાની સ્થાયી સમીતિની એક બેઠક સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન નિલેશભાઈ ધુલેશીયા, નાયબ કમિશ્નર નંદાણીયા અને ઉપÂસ્થત સભ્યો તેમજ અધિકારીઓની ઉપÂસ્થતિમાં યોજવામાં આવી હતી. આશરે ર કરોડ જેટલી રકમનાં વિવિધ કામોને મંજુરી આપવામાં આવી હતી જેમાં ભવનાથ વિસ્તાર લાઈટ, મંડપ, રોડ-રસ્તા, ગટર, સફાઈ જેવા કામોને મંજુરી આપવામાં આવી છે અને આગામી ગિરનાર શિવરાત્રી કુંભ મેળો ભવ્યાતિભવ્ય રીતે ઉજવાય રહે તે માટે અધિકારીઓે પ્રજાસુખકારી કામો તત્કાલ હાથ ધરવા પણ સુચના આપવામાં આવી છે. મળેલી બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આવનારી પાણીની અછતને પહોંચી વળવા માટે આશરે રૂ.૩ કરોડનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં વોર્ડવાઈઝ રૂ.પ લાખ કોર્પોરેટરો સુચવે તે પાણીનાં કામો હાથ ધરવા માટે ર૦ વોર્ડ માટે રૂ.૧ કરોડ ફાળવવામાં આવેલ છે. તો પાણીની ટાંકીઓ મુકવા માટે રૂ.૧૧ લાખ, પાણીનાં ટેન્કર મારફત વિતરણ વ્યવસ્થા સંભાળવા માટે રૂ.૧.પ૦ કરોડ તથા પમ્પીંગ અને લાઈન સબંધીત કામો માટે રૂ.પ૦ લાખ એમ આશરે રૂ.૩ કરોડ જેટલી રકમના કામો પાણીની અછતને પહોંચી વળવા માટે આજરોજ સ્થાયી સમિતીએ ફાળવેલ છે. તો બીજી તરફ શહેરનાં તમામ વોર્ડોમાં વિકાસકામો હાથ ધરવા માટે વોર્ડવાઈઝ રકમ ફાળવવામાં આવી છે. જેમાં જનરલ હેડમાં આશરે રૂ.૩ કરોડ પ૧ લાખ, એસસીએસપી (અનુસુચિત જાતિ વિસ્તારો)માં રૂ.પ૬ લાખ ૧૬ હજાર અને ટીએએસપી હેડનાં રૂ.ર કરોડ વોર્ડવાઈઝ કોર્પોરેટરો સુચવે તેવા કામો હાથ ધરવા તથા ગીતા ટોકીઝ પાસે પુલ બનાવવા માટે રૂ.૬પ લાખનાં કામો નક્કી કરવામાં આવેલ છે અને દરેક વોર્ડમાં વિકાસકામો હાથ ધરાય તે માટે કોર્પોરેટરો સુચવે તે કામો હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તેમ એક યાદીમાં જણાવેલ છે.

Leave A Reply