Tuesday, September 17

૧૬મી લોકસભામાં વડાપ્રધાન મોદીએ અંતિમ ભાષણ આપ્યું


નવીદિલ્હી, તા. ૧૩
૧૬મી લોકસભાના આજે છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીએ લોકસભામાં અંતિમ ભાષણ આપ્યું હતું. આ ગાળા દરમિયાન મોદીએ સાંસદો અને સંસદમાં કરવામાં આવેલા કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને હળવા અંદાજમાં વિપક્ષની ઝાટકણી પણ કાઢી હતી. કેટલાક સાંસદોની પ્રશંસા પણ કરી હતી. વડાપ્રધાને પોતાના ભાષણમાં વિપક્ષના નેતા મÂલ્લકાર્જુન ખડગેની પ્રશંસા કરી હતી. સાથે સાથે રાહુલ ગાંધી પર પરોક્ષરીતે પ્રહાર કર્યા હતા. મોદીએ તમામ સાંસદોની સાથે મુલાયમસિંહ યાદવનો ખાસ આભાર પણ માન્યો હતો. મોદીએ ભાષણમાં કહ્યું હતું કે, ૨૦૧૪માં તેઓ એવા સાંસદો પૈકી એક હતા જે પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા હતા. તેઓ અહીં બિલકુલ નવા હતા. આશરે ત્રણ દશક બાદ પૂર્ણ બહુમતિવાળી અને સ્વતંત્રતા બાદ પ્રથમ વખત પૂર્ણ બહુમતિવાળી બિન કોંગ્રેસી સરકારે ૨૦૧૪માં બની હતી. ૨૦૧૪ બાદ આઠ સત્ર એવા હતા જેમાં ૧૦૦ ટકાથી વધુ કામ થયું હતું. ૧૬મી લોકસભામાં અમે ગર્વ કરી શકીએ છીએ કે, દેશમાં પ્રથમ વખત સૌથી વધુ મહિલાઓ ચૂંટાઈને આવી હતી. દેશમાં પ્રથમ વખત આ સરકારમાં સૌથી વધારે મહિલા મંત્રીઓ હતી. મોદીએ રાહુલ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, અમે ક્યારે ક્યારેક સાંભળતા હતા કે, ભૂકંપ આવશે પરંતુ પાંચ વર્ષમાં ક્યારેય ભૂકંપ આવ્યા ન હતા. કેટલાક મોટા નેતાઓએ વિમાનો ઉડાવ્યા હતા પરંતુ લોકશાહીની તાકાત છે કે, કોઇપણ ભૂકંપ અને વિમાન પણ તે ઉંચાઈને સ્પર્શ કરી શક્યા નથી. મોદીએ કહ્યું હતું કે, તેઓ પ્રથમ વખત અહીં આવ્યા ત્યારે તેમના માટે ઘણી ચીજા નવી હતી. તેમણે પ્રથમ વખત આ અંગેની માહિતી મળી કે, ગળે મળવા અને ગળે પડવામાં શું અંતર છે. પ્રથમ વખત તેઓએ આંખની ગુસ્તાખીઓને પણ નિહાળી હતી. ભાષણમાં મોદીએ ટીડીપીના સાંસદની વેષભૂસાનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ લોકસભામાં વિપક્ષના નેતા મÂલ્લકાર્જુન ખડગેની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, તેમના ભાષણને તાકાત ખડગેના કારણે મળતી હતી. કોઇ સમયે અડવાણી પૂર્ણ સમય ગૃહમાં બેસતા હતા. આજે ખડગે પણ પૂર્ણ સમય ઉપÂસ્થત રહે છે. અમે તમામને તેમની પાસેથી સિખવા જેવું છે. આ વયમાં પણ તેમની ઉર્જા ઓછી થઇ નથી. મોદીએ કહ્યું હતું કે, આજે તેઓ કોઇ ઉપલબ્ધી બતાવવા આવ્યા નથી પરંતુ અનેક કામ સંસદ દ્વારા કરવામાં આવ્યા છે. વિપક્ષમાં રહીને પણ ઘણા સાંસદોએ આમા યોગદાન આપ્યું છે. અમારા માટે ખુશીની બાબત છે કે, આજે દેશ છઠ્ઠા નંબરની અર્થ વ્યવસ્થા છે. આજે ભારતનો આત્મવિશ્વાસ આસમાન ઉપર છે. આજે વિશ્વની તમામ પ્રતિષ્ઠિત સંસ્થા ભારતના ઉજ્જવળ ભવિષ્યના સંબંધમાં પોતાની સંભાવના દર્શાવે છે. મોદીએ કહ્યું હતું કે, મોદી અને સુષ્માના ગાળામાં દુનિયામાં ભારતનું સન્માન વધ્યું છે પરંતુ આનું કારણ મોદી અને સુષ્મા નથી પરંતુ પૂર્ણ બહુમતિવાળી સરકાર છે. પૂર્ણ બહુમતિવાળી સરકારની અસર વધારે થાય છે. મોદી અને સુષ્માને આની ક્રેડિટ જતી નથી. ૨૦૧૪માં જનતાના નિર્ણયને આની ક્રેડિટ જાય છે. છેલ્લા પાંચ વર્ષમાં માનવતાના કામમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. નેપાળના ભૂકંપ હોય કે પછી દુનિયાના કોઇપણ જગ્યાએ સંકટ હોય અમે આગળ આવીને મદદ માટે વધ્યા હતા. યુએનમાં પ્રચંડ બહુમતિ સાથે યોગને સમર્થન મળ્યું હતું. યુએનમાં બાબાસાહેબ અને મહાત્મા ગાંધી ઉપર કાર્યક્રમ થયા હતા. ગાંધીના વૈષ્ણવજનને દુનિયાભરના મહાન ગાયકો ગાયી શક્યા છે. અમે વિશ્વમાં એક સોફ્ટ પાવર તરીકે ઉભર્યા છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, કામકાજની દ્રષ્ટિએ આ ગાળો ખુબ મહત્વપૂર્ણ રહ્યો છે. આ ગાળામાં ૨૧૯ બિલ રજૂ થયા હતા અને ૨૦૩ બિલ પાસ થયા છે. જ્યારે પણ અવધિનો ઉલ્લેખ થશે ત્યારે સભ્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. કાળા નાણાંને રોકવા કાયદા બનાવાયા હતા. ઉચ્ચ ગરીબો માટે અનામતની વ્યવસ્થા ગૃહમાં કરવામાં આવી છે. બંને ગૃહોના સાંસદોને આની ક્રેડિટ મળે છે.

Leave A Reply