Sunday, March 24

પૂ.મુકતાનંદબાપુનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

પૂ.મુકતાનંદબાપુનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો
તાજેતરમાં વારાણસી ખાતે પ્રયાગરાજમાં કુંભમેળામાં જગદગુરૂ શંકરાચાર્યજી મહારાજ દ્વારા અખિલ ભારતીય સાધુ સમાજનાં પ્રમુખ તરીકે ક્રાંતિકારી સંત પૂ.મુકતાનંદબાપુની વરણી કરવામાં આવતાં સમગ્ર સોરઠ પંથકમાં હરખની હેલી ઉઠવા પામી હતી. સંતો-મહંતોની ઉપÂસ્થતિમાં વરણી પામેલા પૂ.મુકતાનંદબાપુ કુંભ મેળામાંથી ચાંપરડા આવતાં ગઈકાલે આ મહાન ક્રાંતિકારી સંતને આવકારવા-આદરભાવ વ્યકત કરવા ભવ્ય અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સંતોની ખાસ ઉપÂસ્થત રહી હતી તો વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, બ્રહ્માનંદ પરિવાર, સેવકગણ, ભાવિકો અને ચાંપરડાની આસપાસનાં લોકો ભાવથી ઉમટી પડયાં હતાં અને અભિવાદન સમારોહનાં સ્થળે શોભતું સામૈયું થયું હતું નાના એવા ચાંપરડા અને બ્રહ્માનંદ પરિવારમાં હરખલી હેલી ઉઠવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં બિલખા રાવતેશ્વર ધર્માલયનાં મહંત અને અખિલ ભારતીય સાધુ સમાજનાં પ્રમુખ તરીકે કાર્યરત પૂ.ગોપાલાનંદજીબાપુ કૈલાસવાસી થતાં તેમનાં સ્થાને વરણી કરવાની હતી. આ દરમ્યાન વારાણસી ખાતે પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં ચાંપરડાનાં ક્રાંતિકારી સંત પૂ.મુકતાનંદબાપુની વરણી થતાં તેમને સંતો તેમજ ભાવિકોએ હરખભેર વધાવી લીધાં હતા.દરમ્યાન પૂ.મુકતાનંદબાપુ ચાંપરડા ખાતે પધારી રહ્યાં હોય અને જે અંગેનાં સમાચાર સર્વત્ર પ્રસરી જતાં પૂ.મુકતાનંદબાપુનું રાજકોટ, ગોંડલ, જૂનાગઢ સહીતનાં સ્થળોએ પૂજયભાવે સન્માન સાથે સ્વાગતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જયારે ચાંપરડાની ભૂમિ કે જ્યાં પૂ.મુકતાનંદબાપુની કર્મભૂમિ છે. ત્યાં તો આનંદની છોળો ઉડતી હતી. સેવાકીય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, સંસ્કાર સિંચન ક્ષેત્રે અને ભારતીય સંસ્કૃતિની જાળવણી, ધર્મની રક્ષા સહીતનાં સેવાયજ્ઞ સતત કરી રહેલાં પૂ.મુકતાનંદબાપુને ક્રાંતિકારી સંત તરીકે ઓળખવામાં આવે છે. એવા આ સંત ઉપર પૂ.ગોપાલાનંદજીબાપુને પણ અનન્ય લાગણી હતી એવા સંત મુકતાનંદજીબાપુને આવકારવા ભારે ઉત્સાહ અને થનગનાટ જાવા મળતો હતો.
પૂ.મુકતાનંદજીબાપુને આવકારવા બ્રહ્માનંદ પરિવાર દ્વારા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. શ્રી રાજભારતીબાપુ સહીતનાં સંતોની હાજરી, જાણિતા શિક્ષણવિદ્‌ ગિજુભાઈ ભરાડ, નિવૃત્ત ડીવાયએસપી ચૌહાણ, શ્રી શર્માજી, કમલેશભાઈ, રતીભાઈ જેઠવા, પ્રેમાનંદ વિદ્યા મંદિરનાં ડો.માતંગભાઈ પુરોહિત, ભગીની કન્યા છાત્રાલયનાં અશોકભાઈ, બ્રહ્માનંદ લોક વિજ્ઞાન કેન્દ્રનાં પ્રતાપભાઈ ઓરા તેમજ ચાંપરડા અને આસપાસનાં લોકો, ભાવિકો ઉપÂસ્થત રહ્યાં હતાં. વિદ્યાર્થીઓ, બાળકો, મહિલાઓ, વૃધ્ધો સહીત ભારે માનવ મહેરામણ ઉમટી પડયો હતો. આ અભિવાદન સમારોહમાં વિસાવદર શહેર તાલુકા પત્રકાર સંઘનાં સભ્યો, પ્રિન્ટ તેમજ ઈલેકટ્રોનિક મિડીયાનાં મિત્રો તેમજ જૂનાગઢથી આવેલ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મિડીયાનાં પત્રકાર મિત્રો દ્વારા પણ પૂ.મુકતાનંદબાપુનું પુષ્પમાળાથી અભિવાદન કરવામાં આવ્યું હતું. ચાંપરડા ખાતેની બ્રહ્માનંદ વિદ્યાધામની તમામ સંસ્થાઓ અને શાખાઓ દ્વારા પણ પૂ.મુકતાનંદબાપુનું અભિવાદન કરવામાં આવ્યું હતું. અભિવાદનનાં આ ભવ્ય અને સંતને શોભે તેવા ગૌરવશીલ કાર્યમાં ઉપÂસ્થત તમામને પૂ.મુકતાનંદજીબાપુ પ્રત્યેની લાગણી અને આદર વ્યકત કરી સંતની વંદના કરી અને કાર્યક્રમને શોભાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

ધર્મની રક્ષા, ભારતીય સંસ્કૃતિની જાળવણી અને પ્રચાર માટે દેશભરમાં પર્યટન કરીશ -પૂ.મુકતાનંદબાપુ
જૂનાગઢ ચાંપરડા Âસ્થત બ્રહ્માનંદ ધામ ખાતે બ્રહ્માનંદ પરિવાર દ્વારા અખિલ ભારતીય સાધુ સમાજમાં નવનિયુકત પ્રમુખ અને ક્રાંતિકારી સંત પૂ.મુકતાનંદબાપુનો ગઈકાલે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તકે પૂ.મુકતાનંદબાપુએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય સાધુ સમાજનાં પ્રમુખ તરીકે તેઓની વરણી દેશનાં જગતગુરૂ શંકરાચાર્યજી મહારાજ દ્વારા સંતોની ઉપÂસ્થતિમાં કરવામાં આવી છે. ત્યારે તેમનું મુખ્યકાર્ય સમગ્ર દેશમાં ભારતીય સંસ્કૃતિની આપણી ધરોહર મજબુત કરવી, હિન્દુ ધર્મની રક્ષા, ધાર્મિક પરંપરાની જાળવણી અને પ્રચાર કરવામાં આવશે. ર૯ રાજય અને કેન્દ્ર શાસીત સાત પ્રદેશો સહિત વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓનો ફેલાવો કરાશે. વધુમાં શ્રી મુકતાનંદબાપુએ જણાવ્યું હતું કે ધર્મની રક્ષાની સાથે તેઓ સતત દેશભરમાં આઠ માસ પરિભ્રમણ કરશે અને લોકોને, ખાસ કરીને યવાવર્ગને પણ ધાર્મિક ચેતના જગાવવાનાં આ અભિયાનમાં જાડશે. વિવિધ સંપ્રદાયો, જુદાં-જુદાં અખાડાઓ સહીત તમામ સંતોનો સમાવેશ સાથે એકતાનં દર્શન કરી અને સહુનાં માર્ગદર્શન સાથે ધાર્મિક સંસ્કૃતિ અને કાર્યો કરવામાં આવશે. તેઓએ આમજનતા ભાવિકોને સંદેશ આપતાં જણાવ્યું હતું કે ખોટા આડાંમ્બર દુર કરવા સારી વસ્તુનું રક્ષણ કરવું જાઈએ તેમ જણાવ્યું હતું.

Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

81 − 71 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud