Tuesday, November 19

ગેરલાયક ઠરવાના ડરે પ્રવીણ પટેલે મેયર પદ અને કોર્પોરેટર પદ ઉપરથી રાજીનામું આપી દીઘુંગાંધીનગર મહાનગર પાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી ગાંધીનગરનું મેયરપદ હંમેશા ચર્ચાના એરણે રહ્યું છે. ગઈકાલે ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર પ્રવિણ પટેલે મેયર પદ અને કોર્પોરેટર પદ ઉપરથી રાજીનામું ધરી દેતા પાટનગરના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. અત્રે નોંધનીય છે કે પ્રવિણ પટેલ એ મૂળ કોંગ્રેસના આયાતી ઉમેદવાર હતા અને ત્યારબાદ રાજકીય ઘટનાક્રમ બાદ પોતે ભાજપમાં જોડાયા હતા. પરિણામે કોંગ્રેસે પ્રવિણ પટેલ વિરુદ્ધ પક્ષાંતરધારા હેઠળ કેસ કર્યો હતો .ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં આ કેસની સુનાવણી પણ ચાલી રહી છે. આ દરમિયાન પ્રવિણ પટેલ પોતે ગેરલાયક ઠરશે તે ડરથી બન્ને પદેથી રાજીનામું ધરી દીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે . તો બીજી તરફ એમ પણ મનાઈ રહ્યું છે. કે અધુરી મહત્વકાંક્ષા પૂરી કરવા ટેવાયેલા પ્રવિણ પટેલ આગામી રાજકીય અસ્તિ¥વનો વિચાર કરીને તેમણે ગઈકાલે મેયર પદ પરથી અને કોર્પોરેટ પદ ઉપરથી અચાનક રાજીનામું ધરી દીધું છે. જોકે આ અંગે પૂછતાં તેમણે પોતાના પ્રતિભાવોમાં સંતોષકારક નિવેદન કર્યું નથી. ત્યારે પ્રવિણ પટેલે મેયર પદની સાથે સાથે કોર્પોરેટ પદ ઉપરથી કેમ રાજીનામું આપ્યું તે વિષય ચર્ચાના એરણે છે. તો રાજીનાબાદ પ્રવિણ પટેલે મીડિયાને આપેલી બયાનબાજી માં પોતે કાંઈક છુપાવી રહ્યા હોય તેવું તેમના ચહેરા ઉપરથી જણાતું હતું આ અંગે વારંવાર પુછાતા તેમણે એવું રટણ કર્યું હતું કે મારી ટર્મ પૂરી થઈ ગઈ છે અને મેં ત્રણ મહિના અગાઉ રાજીનામું આપવા માટે ભાજપ પાર્ટી ને જાણ કરી હતી પરંતુ તે લોકોએ મને હાલ રાજીનામું નહીં આપવા મને સૂચના આપી હતી, અને ત્યારબાદ મેં જાતે મારી અનુકૂળતા મુજબ પદ ઉપરથી હટી જવાનો નિર્ણય કર્યો છે જે મને યોગ્ય લાગ્યો છે તેમ જણાવ્યું હતું. કોર્પોરેટર પદ ઉપરથી કેમ રાજીનામું આપ્યું? તે અંગે પૂછતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભાજપનો જ કાર્યકર્તા છું અને રહીશ આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં મહેનત કરીને મારું યોગદાન સમર્પિત કરીશ તેમ જણાવ્યું હતું આ તબક્કે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મારા રાજીનામા અંગે ભાજપ પાર્ટીમાંથી મને કોઈ સૂચના મળી નથી આ મારો વ્યક્તિગત નિર્ણય હોવાની કબૂલાત કરી હતી. કપરા સંજોગોમાં રાજીનામું ધરી દેતા પ્રવિણ પટેલે એમ પણ જણાવ્યું હતું કે, પક્ષાંતરધારા નો જે કાંઈ નિર્ણય આવશે તેને હું ખેલદિલીથી સ્વીકાર કરીશ તો બીજી તરફ લૂલો બચાવ કરતા એમ પણ જણાવ્યું હતું કે ટર્મ પૂરી થઇ ગઈ હતી પણ અંગત કારણોસર રાજીનામું આપ્યું ન હતું તેઓ લૂલો બચાવ કર્યો હતો અત્રે નોંધનીય છે કે અચાનક આપેલા રાજીનામાથી પોતે કંઇક ને કંઇક રીતે ડરતા હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે પ્રવિણ પટેલે રાજીનામા આપ્યા બાદ જે નિવેદનો કર્યા છે. તે અનેક યક્ષ પ્રશ્નો નું નિર્માણ કરી રહ્યા છે.

Leave A Reply