ઓસ્ટ્રે. વૈજ્ઞાનીકે ગિરનાર પર રિસર્ચ કરી બનાવ્યું ૧૦,૫૦૦ પેજનું એક પુસ્તક


ગીરનાર એટલે સતની ધરતી. ગુજરાતમાં આવેલું આ ગિરનાર આધ્યાÂત્મક ધરતી કહેવાય છે. ગિરનારની અનેક ગુફાઓમાં સતના આરાધકો એવા સાધુ, સંતો અને અઘોરીઓ બિરાજમાન છે અને ત્યાંથી તેઓ ઈશ્વરની ભÂક્ત કરે છે. આ એક એવી જગ્યા છે જ્યાં નરસિંહ મહેતાએ ૫૨ વાર ભગવાનને બોલાવ્યા હતા.
ગિરનારની સુંદરતા, સત, અને શીતળતા જાઈને અનેક વિદેશીઓ અહીંયા આકર્ષિત થાય છે. વિદેશી લોકો અહીંયા આવીને રીસર્ચ કરે છે અને તે ભÂક્તનીની શÂક્ત, સત અને સુંદરતાનું વર્ણન કરે છે. ત્યારે ગિરનાર જંગલના ઝાડવે ઝાડવે ફરીને એક ઓસ્ટ્રેલીયાના એક વૈજ્ઞાનિકે ૩૦૦ પાનાનું એક ચેપ્ટર એવા ૩૫ ચેપ્ટરો સાથેનું અને ૧૦,૫૦૦ પાનાનું એક પુસ્તક તૈયાર કર્યું છે. આ ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકનું નામ ડો.જ્હોન છે. ડો.જ્હોને જૂનાગઢના અદભૂત તરંગો મને તેના તરફ આકર્ષિત કરે છે. વન્ય સંપદાના અભ્યાસુ ડો. જ્હોન વેનરે જણાવ્યું કે હું સતત વીસ વર્ષથી ગીરનાર આવું છે. મને અહીંયા બધું જ વિશિષ્ઠ લાગે છે અને ગિરનારના પ્રભાવક વાઈબ્રેશનોએ મને અહીંયા સંશોધન કરવા પ્રેરિત કર્યો છે. ગિરનાર અને જૂનાગઢ માટે એન્સાઈક્લોપિડીયા ગણાવી શકાય તેવું આ પુસ્તક રચવા માટે તેમણે ગિરનારના તમામ ધાર્મિક સ્થાનો અને જગ્યાઓમાં ફરી-ફરીને વિગતો એકત્ર કરી છે અને અહિંથી તેમને જે કાંઈ મળ્યુ તેનું ઉંડુ રીસર્ચ કરી ૧૦,૫૦૦ પાનાનું દળદાર ગ્રંથ જેવા પુસ્તકની ભારત સહિત વિશ્વને ભેટ આપી છે. આગામી તા.૨૭ થી ગિરનાર તળેટી ખાતે યોજાનાર ભવનાથ મહાશિવરાત્રી મિનીકુંભ મેળા અંતર્ગત રૂટીન મુજબ આ ઓસ્ટ્રેલીયન વૈજ્ઞાનિક જૂનાગઢ આવી પહોચ્યા છે.


Leave A Reply