ગુજરાતભરમાં ફરતા જયોર્તીલીંગ રથોનાં સત્કાર માટે સોમનાથમાં ચાલતી તડામાર તૈયારી

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે તા.ર૩ ફ્રેબુઆરથી ત્રિ-દિવસીય યોજાનાર જયોર્તિલીંગ મહોત્સવ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સોમનાથનાં ચોપાટી મેદાન ખાતે બાર જયોર્તિલીંગ દર્શન ઉપરાંત વિશાળ મેદાનમાં
૮૦ X ર૦૦નો ડોમ બનાવવાનું કામ ચાલું છે. જે સ્થળે વિવિધ વ્યાખ્યાનો-શિવ કાર્યક્રમો યોજાનાર છે. આ માટે કારીગર વર્ગ કામકાજ કરી રહેલ છે. સોમનાથ અતિથીગૃહ પરિસરમાં વિશાળ મંડપ બંધાઈ રહેલ છે. જેમાં વિશેષ આમંત્રિત વર્ગ માટે મહાપ્રસાદની વ્યવસ્થા ગોઠવાઈ છે.
વેણેશ્વર પ્લોટ તરીકે ઓળખાતા સ્થળે પણ માનવમહેરામણ ઉમટવાની ધારણાએ તા.ર૩ થી રપ ફ્રેબુઆરીએ ૮ થી ૧૦ હજાર લોકો સારી રીતે ભોજન પ્રસાદી લઈ શકે તે માટે મંડપો બંધાયા છે. તો ટ્રસ્ટ ઓફિસ પાસે સ્વાગતકક્ષ બંધાઈ રહ્યું છે. જેમાં મહોત્સવમાં આવનારાઓનું રજીસ્ટ્રેશન, વ્યવસ્થાઓ, વાહન સુવિધાઓ, ભોજન વ્યવસ્થા અંગે માહિતી અને મદદ માર્ગદર્શન અપાશે. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ટેમ્પલ ઓફીસર સુરેન્દ્રસિંહ જાડેજા, સોમનાથ સુરક્ષા પોલીસ ઈન્સ.વી.એમ.ખુમાણ રાઉન્ડ-ધ-કલોક તૈયારીમાં વ્યસ્ત છે.

Leave A Reply