પાક વિમાનાં પ્રશ્ને જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું

જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં શહિદ થયેલાં ૪૪ સૈનિકો પ્રત્યે દુઃખ વ્યકત કરી શ્રધ્ધાંજલી આપીને જૂનાગઢ જીલ્લામાં પાક વિમાનાં પ્રશ્ને સરકાર દ્વારા કરાયેલ અન્યાય બાબતે એક આક્રોશ રેલીનું આયોજન કરેલ પરંતુ દેશમાં આંતકવાદી હુમલો થતાં તેમાં ભારતનાં જવાનો શહિદ થયેલ જેનાં કારણે આક્રોશ રેલી અને સુત્રોચ્ચારનો કાર્યક્રમ બંધ રાખીને મૌન રેલીનો કાર્યક્રમ કરેલ હતો. આ કાર્યક્રમમાં આંતકવાદીઓને તાત્કાલિક ફાંસીના માંચડે લટકાવો અને ખેડુતોને પાક વિમાનાં પ્રશ્ને ન્યાય આપો તેવી માંગણી સાથે જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપેલ હતું.
આ કાર્યક્રમમાં જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકીયા એ.આઈ.સી.સી. કિસાન કોંગ્રેસ કો-ઓર્ડીનેટર અને વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા અને માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા, જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાષી, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરા અને જૂનાગઢ જીલ્લા પંચાયત પ્રમુખ સેજાભાઈ કરમટા તેમજ જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતીનાં પ્રવકતા વલીમહંમદભાઈ દલ વગેરે મોટી સંખ્યામાં જીલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિનાં આગેવાનો અને પૂર્વ મેયર લાખાભાઈ અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહિત ખેડુતોએ પોતાનાં હક્કનાં પ્રશ્ને સ્વયંભુ ૧પ૦૦ જેટલી સંખ્યામાં હાજરી આપી અને વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાએ જીલ્લા કલેકટરને ધારદાર રજુઆત કરી દિવસ ૮માં કેન્દ્ર અને રાજયની સરકાર પાક વિમાના પ્રશ્ને પુર્નઃવિચારણા કરી ખેડુતોને ૮પ થી ૯પ ટકા પાક વિમો સરકાર આપે તેવી માંગણી કરેલ તેવું જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતીનાં પ્રમુખ નટુભાઈ પોકીંયાની યાદીમાં જણાવેલ છે.

Leave A Reply