અનિલ અંબાણીની સુપ્રિમ કોર્ટમાં હાર

એરિકસનને રૂ.પપ૦ કરોડ નહી ચુકવે તો જેલમાં જવું પડશે
દેશના એક સમયના ટોચના ઉદ્યોગપતિ અને અંબાણી પરિવારના જુનીયર અનિલ અંબાણીની મુશ્કેલી અત્યંત વધી ગઈ છે. સ્વીટઝરલેન્ડની કંપની એરીકસન દ્વારા અનિલ અંબાણીના રિલાયન્સ ઈન્ફોકોમ પાસેથી રૂ.૫૫૦ કરોડ વસુલવા માટે જે દાવો સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવ્યો હતો તેમાં આજે સર્વોચ્ચ અદાલતે અનિલ અંબાણીને ચાર સપ્તાહમાં વ્યાજ સાથે રૂ.૫૫૦ કરોડની રકમ ચૂકવવા તાકીદ કરી છે અને જો તેઓ આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમને જેલમાં મોકલી દેવાની પણ સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે. એક તરફ અનિલ અંબાણીએ પોતાની કંપનીઓને નાદાર જાહેર કરવા અરજી કરી હતી પરંતુ એરીકસન સાથેના તેના વિવાદમાં લાંબા સમય પુર્વે તેણે વાયદા કર્યા છતાં રકમ નહી ચુકવી શકતા અંતે સુપ્રીમ કોર્ટમાં એરીકશને અરજી કરી હતી જેમાં આજે આ ચુકાદો આવ્યો છે. અનિલ અંબાણી સુપ્રીમ કોર્ટમાં હાજર હતા અને તેઓએ ચૂકાદો ગુપચુપ સાંભળ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણી ગ્રુપ ઉપર રૂ.૪૮ હજાર કરોડનું દેવું છે અને તે ચૂકવવા માટે તેણે ટેલીકોમ, સ્પેકટ્રમ, કેબલ સહીત અનેક બીઝનેસો વેચવા માટે તૈયારી કરીહતી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ ગ્રુપ પાસેના અન્ય લેણા ચૂકવવા માટેની બાંહેધરી તેના ભાઈ મુકેશ અંબાણીની કંપની રીલાયન્સ જીઓ માટે માંગતા સમગ્ર સોદો વિવાદમાં પડી ગયો છે અને તેથી આ પેમેન્ટ કરવામાં વિલંબ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Leave A Reply