જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ ર૦૧૯-ર૦નું ૧૭.૭૦ લાખની પુરાંતવાળાં બજેટને મંજુર કરાયું

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વર્ષ ર૦૧૯-ર૦નાં બજેટને ગઈકાલે મંજુર કરવામાં આવેલ હતું. મહાનગરપાલિકાનાં મેયર આદ્યશÂક્તબેન મજમુદાર, ગિરીશભાઈ કોટેચા, ડે.કમિશ્નર એમ.કે.નંદાણીયા તથા શાસકપક્ષ ભાજપનાં કોર્પોરેટરો તેમજ વિપક્ષ કોંગ્રેસનાં સભ્યો આ તકે બજેટ બેઠકમાં ઉપÂસ્થત રહ્યાં હતાં. શાસકપક્ષ દ્વારા સામાન્ય બજેટનું કદ ર૮૯.૩૪ કરોડ છે. આવકનો અંદાજ ૯૪.૮૦ કરોડ અને કેપિટલ આવક ૧૯૪.ર૧ કરોડનાં અંદાજવાળાં આ બજેટમાં ખર્ચ ૯૭.૬૭ અને કેપિટલ ખર્ચ ૧૯૧.૪૯ કરોડવાળું આ બજેટ રજુ કરવામાં આવેલ હતું.
જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નરે ૨૯૦ કરોડનું બજેટ સ્થાયી સમિતીમાં રજૂ કર્યું હતું. સ્થાયી સમિતીએ રૂપિયા ૪.૫૨ કરોડનાં વધારાનાં ટેક્ષ રદ કર્યા હતા. તેમજ ખુલ્લા પ્લોટ ઉપરનાં ૧૫ ટકા ચાર્જ નાબૂદ કર્યો હતો અને રૂપિયા ૨૮૯ કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. આ બજેટ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડમાં બહુમતી પાસ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૯-૨૦નાં બજેટનાં અંતે ૧૭.૭૦ લાખની પુરાંત રહેશે. જૂનાગઢ મનપા રાજ્યની એકમાત્ર એવી મહાનગરપાલિકા છે જ્યાં વેરા ઘટાડવામાં આવ્યા છે. ન તો જૂનાગઢ મહાનગરપાલિકા એટલી સધ્ધર છે કે, વેરા ઘટાડવા છત્તાં તેની પાસે વિકાસ કામો અને રૂટિન ખર્ચને પહોંચી વળવા માટે પર્યાપ્ત નાણાંકિય સ્ત્રોતો ઉપલબ્ધ હોય. આ અંગે ગઈકાલે યોજાયેલી બેઠકમાં વિરોધપક્ષ કોંગ્રેસનાં નેતા કેપ્ટન સતિષચંદ્ર વિરડાએ એવો સવાલ કર્યો હતો કે, એક તરફ તમે આવક વધારવાનું કહો છો અને બીજી તરફ કર નથી વધારવાના. તો તમે કરવા શું માંગો છો ? તેવો સવાલ પુછતાં આ તકે ડે. મેયર ગિરીશ કોટેચાએ એવો જવાબ આપ્યો હતો કે, અમારે એક રૂપિયો કર નથી વધારવો, તમે શું એવું કહેવા માંગો છો કે વધુ કર નાંખવો જોઇએ ? આમ થોડો સમય ટપાટપી બોલી હતી આ દરમ્યાન ગઈકાલે યોજાયેલી બજેટ બેઠકમાં પૂર્વ મેયર લાખાભાઈ પરમારે અનુસુચિત જાતિની ગ્રાન્ટમાં સંકલન માટે અગાઉ કરેલો ઠરાવ ભાજપે બહુમતીથી રદ કરી નાંખ્યો હતો જે મુદ્દે પણ પૂર્વ મેયર લાખાભાઈ પરમારે ઉગ્ર રજુઆતો કરી હતી. ગઈકાલે યોજાયેલ જનરલ બોર્ડની બેઠકમાં આખરે શાસકપક્ષ દ્વારા બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

Leave A Reply