Sunday, January 19

ગિરનાર શિવરાત્રી કુંભમેળાની ચાલતી તૈયારી અંતિમ તબક્કામાં

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આગામી બુધવારથી ગિરનાર શિવરાત્રી કુંભમેળો યોજાઈ રહ્યો છે ત્યારે આ મેળામાં આ વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની ધારણા છે તો બીજી તરફ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીને ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મેળામાં રાજયપાલ ઓ.પી.કોહલી, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિવિધ વિભાગનાં મંત્રીશ્રીઓ અને સંતો-મહંતો-મહામંડલેશ્વરોની ખાસ ઉપÂસ્થતી રહેશે. આ મેળામાં અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. મેળો શરૂ થવાને ગણતરીનાં કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા, યાત્રાધામ વિકાસ બોર્ડનાં રાજયકક્ષાનાં મંત્રી વિભાવરીબેન દવેએ આજે સવારે શિવરાત્રી મેળાનાં સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સુચનો કર્યા હતાં. ત્યારબાદ ૧૦.૩૦ કલાકે કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી રહી છે. જૂનાગઢનાં ભવનાથ ખાતે તા.૨૬/૨/૨૦૧૯ થી
તા.૪/૩/૨૦૧૯ સુધી શિવરાત્રી કુંભ મેળો યોજાશે. આ મેળાનું રાજયપાલશ્રી ઓ.પી.કોહલીનાં હસ્તે તા.૨૭ નાં રોજ સવારે ૯ કલાકે ઉદઘાટન અને ધ્વજા આરોહણ તેમજ તેમની ઉપસ્થિતિમાં ૫૧ લાખ રૂદ્રાક્ષના શિવલીંગનું પૂજન અને પ્રવેશદ્વારનું નામકરણ થશે તેમજ સાંજે ૬ કલાકે લેસર શોનું ઉદ્‌ઘાટન ઓપન થિયેટર, ભવનાથ મંદિર પાછળ ગિરનાર ખાતે, તથા રાત્રે ૮ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રકૃતિધામ ભવનાથ ખાતે યોજાશે અને તા.૨૭નાં રોજ મુખ્ય અતિથિ તરીકે રાજયકક્ષાના મંત્રી ગ્રામીણ આવાસ, પશુપાલન શ્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહેશે.
ગિરનાર શિવરાત્રી કુંભમેળામાં સાધુ-સંતોની
દિવ્ય રવેડી-શાહી સ્નાન યોજાશે
જૂનાગઢનાં ભવનાથ ખાતે તા.૨૬/૨/૨૦૧૯ થી
તા.૪/૩/૨૦૧૯ સુધી શિવરાત્રી કુંભ મેળો યોજાશે. જેમાં તા.૪નાં રોજ સાધુઓનાં આસન, યોગ કરતબ, હાથીઘોડા, બેન્ડવાજા, અંબાડી, ડ્રોનથી પુષ્પવર્ષા યોજાશે. જયારે સાધુસંતોની રવેડી અને શાહી સ્નાન રાત્રે ૧૦ થી ૧૨ કલાક દરમ્યાન યોજાશે. જેમાં અન્ન, નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયા, પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, જૂનાગઢ સાંસદસભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત રહેશે.
ઓપેરા હાઉસ ખાતે તસ્વીર પ્રદર્શન યોજાશે
જૂનાગઢ સંગ્રહાલય ઓપેરા હાઉસ ખાતે શિવરાત્રી નિમિતે તસ્વીર પ્રદર્શન તથા પેઈન્ટીંગ પ્રદર્શનનું આયોજન કરેલ છે. આ પ્રદર્શન શિવરાત્રી મેળાનાં વિવિધ દૃશ્યોનું નિરૂપણ કરતી સાઇના ટાઈપ તસ્વીરો ફોટોગ્રાફર શ્રી સિદ્ધાર્થ કનેરિયા રાજકોટ સ્થિત ફોટો સ્ટાઈલનાં તૈયાર કરાવેલ છે. તેમજ માણાવદર સ્થિત કલાકાર રીષી ધારિયાના તંત્ર વિજ્ઞાન વિષય આધારીત કેનવાસ પેઈન્ટીંંગનાં પ્રદર્શનનું આયોજન કરેલ છે. પ્રદર્શનનું ઉદઘાટન શુભેન્દુ ક્રિષ્ન શરન એરપોર્ટ ડાયરેકટર કેશોદનાં હસ્તે કરવામાં આવશે. જનતા આ પ્રદર્શન
તા.૧/૩/૨૦૧૯ થી તા. ૫/૩/૨૦૧૯નાં ૧૧ થી ૫ વાગ્યા સુધી તેમજ જાહેર રજા બુધવાર, બીજા અને ચોથા શનિવાર સિવાય નિહાળી શકશે.
ગિરનાર શિવરાત્રી કુંભમેળામાં સંત સંમેલન યોજાશે, મુખ્ય અતિથિ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે
ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતા, ચોસઠ જોગણી, બાવન વીરો અને સિદ્ધચોર્યાસી સંતો બીરાજે છે. રાજય સરકાર દ્વારા આ મેળાને મહાશિવરાત્રી કુંભમેળાનો દરજ્જો આપીને અદ્‌ભુત આયોજન કરવામાં આવ્યું છે. તા.૧ માર્ચના રોજ સાંજે ૩ થી ૭ કલાકે યોગીશ્રી આદિત્યનાથજી ઉતરપ્રદેશનાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સામાજિક સમરસતા વિષય ઉપર પ્રમુખ સંતો સાથે ધર્મ સંમેલન યોજાશે. જેમાં હિન્દુ ધર્મ આચાર્ય સભા, કન્વીનર અને સેક્રેટરી જનરલ શ્રી પરમાત્માનંદજી ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય અતિથિ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આદિજાતિ વિકાસ, પ્રવાસન, વન, મહિલા અને બાળકલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવા ઉપસ્થિત રહેશે. જયારે ગાયક અને પદ્મશ્રી કૈલાસ ખેર દ્વારા ભગવાન શિવની સ્તુતિ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે યોજાશે.
નારી શકિત વિષય ઉપર ધર્મસંમેલન યોજાશે
તા.૨ માર્ચના દીદીમાં સાધ્વી ઋતુંભરાજીની અધ્યક્ષતામાં નારી શકિત વિષય ઉપર પ્રમુખ સંતો સાથે ધર્મ સંમેલન સાંજે ૩ કલાકે પ્રકૃતિધામ ભવનાથ ખાતે યોજશે. જેમાં રાજયકક્ષાના યાત્રાધામ, મહિલા અને બાળ કલ્યાણ અને શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે ઉપસ્થિત રહેશે.
સંતશ્રી મોરારીબાપુ દ્વારા વ્યસન મુકિત ઉપર
સંમેલન યોજાશે
તા.૩નાં રોજ સંતશ્રી મોરારીબાપુ તથા દંડીસ્વામી સદાનંદસરસ્વતીજી મહારાજ (શારદાપીઠ) દ્વારકાની અધ્યક્ષતામાં વ્યસન મુકિત વિષય ઉપર પ્રમુખ સંતો સાથે ધર્મસંમેલન સાંજે ૩ કલાકે પ્રકૃતિધામ ભવનાથ ખાતે યોજાશે. જેમાં મુખ્યિ અતિથિ પંચાયતીરાજ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગનાં પુરૂષોતમભાઇ રૂપાલા તથા શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે. આ તકે વિશાલ જોષીના પુસ્તક દિવ્ય તિર્થક્ષેત્ર ગિરનારનું વિમોચન થશે.
ગિરનાર શિવરાત્રી કુંભમેળાની
આભાર – નિહારીકા રવિયા શોભાયાત્રા યોજાશે
તા.૨૬ ફેબ્રુઆરીનાં રોજ સંત નગર પ્રવેશ શોભાયાત્રા યોજાશે. આ શોભાયાત્રા ભૂતનાથ મહાદેવ મંદિરથી ભવનાથ જુના અખાડા સુધી બપોરે ૨ કલાકે યોજાશે. જેમાં જૂનાગઢનાં મેયર શ્રીમતી આદ્યાશકિતબેન મજમુદાર તથા ધારાસભ્ય ભીખાભાઈ જોષી વિશેષ ઉપÂસ્થત રહેશે.
ગિરનાર રોપ-વેનાં સાધનોનું પ્રદર્શન યોજાશે
જૂનાગઢનાં ભવનાથ ખાતે યોજાનાર ગિરનાર શિવરાત્રી કુંભ મેળામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં તા.૨૮નાં રોજ બપોરે ૩ કલાકે ગિરનાર રોપ-વેનાં સાધનોનું પ્રદર્શન ગિરનાર તળેટીનાં પા‹કગમાં યોજાશે અને સાંજે ૪ કલાકે ડમરૂ યાત્રા, સાંજે ૬-૩૦ કલાકે લેસર અને લાઈટ શો, રાત્રે ૮ કલાકે ભરતભાઈ બારૈયા અને સુશ્રી શીતલબેન બારોટ દ્વારા શિવ તાંડવ અને શિવ ઉપાસના પ્રકૃતિ ધામ ભવનાથ ખાતે યોજાશે ઉપરાંત તા.૨૮નાં રોજ કૃષિ, મત્સ્યોધોગ મંત્રી આર.સી.ફળદુ, શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસના મંત્રી દિલીપભાઈ ઠાકોર ઉપÂસ્થત રહેશે. (સંકલન : જગડુશા ડી. નાગ્રેચા)

Leave A Reply