મેળાની સુરક્ષા માટે ૧૬૦૦થી વધુ પોલીસ કાફલો, પ૦ થી વધુ સીસીટીવી કેમેરા, એસઆરપીની કંપની તૈનાત – બાજનજર

સરકાર, તંત્ર, ઉતારા મંડળ, સાધુ-સંતો દ્વારા મેળાની તડામાર તૈયારી

ધૂણા બનવા લાગ્યા, સાધુ-સંતોના આગમન, ઉતારા-અન્નક્ષેત્રોમા પણ ધમધમાટ દિવસે ભોજન, સંતોના દર્શન, રાત્રીના ભજન, લોકડાયરા, સંતવાણી, શિવ આરાધના, શિવ સ્તુતી ઃ સ્થાનીકથી લઈને રાષ્ટ્રીય કલાકારો કરશે મિની કુંભ મેળામાં જમાવટ ઃ માનવ મહેરામણ ઉમટી પડશે

જૂનાગઢ તા.ર૫
મહાશિવરાત્રીનો યોજાતો પારંપારિક મેળો આ વર્ષે કંઈક જુદી જ રીતે ઉજવાશે. રાજ્ય સરકાર દ્વારા આ મેળાને મિનીકુંભ જાહેર કરવામાં આવ્યો છે. ૧પ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે મેળો લોકોમાં યાદગાર સંભારણું બની જાય તેવા પ્રયાસો સરકાર, સ્થાનીક તંત્ર, ઉતારા મંડળો અને સાધુ-સંતો દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે.
ભૂતનાથથી ભવનાથ સુધીની ર૬ તારીખે યાત્રા સાથે સંતો નગર પ્રવેશ કરશે બાદમાં ર૭ તારીખે ભવનાથ મહાદેવને ધ્વજા ચડાવી વિધીવત રીતે મેળાનો પ્રારંભ કરવામાં આવશે. મેળામાં આવનાર ભાવિકોની સુરક્ષા માટે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. કુલ ૧૬૦૦ થી વધુ પોલીસનો કાફલો તેમજ એસઆરપીની કંપનીઓ તૈનાત રહેશે. જ્યારે પ૦ થી વધુ સ્થળે સીસીટીવી કેમેરા લગાવી મેળાની તમામ હલચલ ઉપર બાજ નજર રાખવામાં આવશે. દરમ્યાન સાધુ-સંતોના પણ આગમન થઈ રહ્યા છે અને ધૂણા બનવા લાગ્યા છે. આ સાથે ઉતારા મંડળો – અન્નક્ષેત્રો પણ તૈયારી કરી રહ્યા છે. દરમ્યાન મેળા અંગેની માહિતી આપતાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં મનપાના નાયબ કમિશ્નર એમ.કે. નંદાણીયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન અને મનપા વિસ્તારમાં મળી કુલ રરપ જેટલા ઉતારાઓ – અન્નક્ષેત્રો ધમધમશે. આ અન્નક્ષેત્રો પાસેથી માત્ર રૂ.૧૦૦ના ટોકન પેટે લેવામાં આવ્યા છે જ્યારે લાઈટ-પાણી ફ્રીમા અપાશે તેમજ ભાડુ લેવામાં નહીં આવે તેમજ ૭પ એસી અને ૧૦૦ નોન એસી ટેન્ટ સાધુ-સંતો માટે બનાવાયા છે. લોકો મેળામાં આરામથી હરી ફરી શકે, કોઈપણ અડચણ ન રહે તે માટે પ્લોટ ૯૦ માંથી ૪૯ કરાયા છે. પાણી માટે ઉંચા સ્ટેન્ડ પોસ્ટ બનાવી પ૦૦૦-પ૦૦૦ લીટરની ક્ષામતાવાળી ૪૭થી વધુ ટાંકી મુકાશે. ૬ જગ્યાએ હાઈ માસ્ટ ટાવર ઉભા કરાશે અને ૩૦૦૦ ટયુબલાઈટ, પ૦૦ એલઈડી ફલડ લાઈટ, ર૦૦ હેલોજન, ૪૦૦ મેટલ ફલડ લાઈટ લગાવાશે અને પ જગ્યાએ જનરેટર ગોઠવાશે જેથી વિના વિક્ષેપે વિજ પુરવઠો મળતો રહે. ભવનાથના વિવિધ સ્થળો તેમજ શહેરમાં મળી કુલ ૧૭ સ્થળોએ એલઈડી સ્ક્રીન લગાવાશે જેથી લોકો શહેરમાં પણ મેળો માણી શકે. આ ઉપરાંત બ્લુસ્ટાર ડેન નેટવર્ક અને જીટીપીએલ ચેનલ ઉપરથી મેળાનું લાઈવ પ્રસારણ કરાશે. ૬૦૦થી વધુ સફાઈ કર્મી કામે લાગશે. જ્યારે ગંદકી ન થાય. ખુલ્લામાં શૌચક્રીયા ન થાય તે માટે ૭ જાહેર શૌચાલય, ૯ મોબાઈલ ટોઈલેટ, પ હંગામી ટોઈલેટ, ર પે એન્ડ યુઝ ટોઈલેટ બ્લોક ઉભા કરાશે. કચરાના નિકાલ માટે ૧ર સ્થળોએ કન્ટેનર રાખવામાં આવશે તેમજ ડોર ટુ ડોરના ર૭ વાહનોને પણ કામે લગાડાશે. જ્યારે ૮ સ્થળોએ મિની ફાયર સ્ટેશન બનાવી ફાયરનો સ્ટાફ રહેશે. જ્યારે ૧પ૦ થી વધુ આરોગ્યનો સ્ટાફ, ૬ એમ્બ્યુલન્સ અને ૧૦૦ વોર્ડ સાથેની સેવા ઉપલબ્ધ રહેશે. ભવનાથ ખાતે કન્ટ્રોલ રૂમ બનાવાશે. આ ઉપરાંત માહિતી કેન્દ્રો બનાવાશે જ્યાંથી કોઈ ગુમ થયા હોય તેની માહિતી અપાશે. ભવનાથ ઝોનલ ઓફિસ, દત્તચોક અને ભરડાવાવ ખાતે માહિતી કેન્દ્રો રહેશે. દત્ત ચોકના માહિતી કેન્દ્રની માહિતી છેક જીલ્લા પંચાયત ગ્રાઉન્ડ, પ્રકૃતિધામ, ઈન્દ્રભારતી બાપુના ગેઈટ, ભારતી બાપુના આશ્રમ અને ગિરનારની સીડી સુધી સંભળાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સાઈન બોર્ડ લગાવાયા છે અને દરેક સાઈન બોર્ડમાં એ-૪ સાઈઝનો કાગળ લગાડી માહિતી કેન્દ્રનો નંબર મળી જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કમિશ્નર કમ કલેકટર ડો. સૌરભ પારઘીના માર્ગદર્શનમાં મેળાની તમામ તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને મનપાના ૪૦૦થી વધુ કર્મીઓ મેળામાં ફરજ બજાવશે તેમ નાયબ કમિશ્નર એમ.કે. નંદાણીયાએ જણાવ્યું હતું. દરમ્યાન રાત્રીના પ્રકૃતિધામ ખાતે સંતવાણી, લોક ડાયરો, ધર્મ સભા સહિતના કાર્યક્રમો યોજાશે જેમાં સ્થાનીકથી લઈને આંતરરાષ્ટ્રીય કલાકારો પોતાની કલાની પ્રસ્તુતી કરશે.

Leave A Reply