ગિરનાર શિવરાત્રી કુંભમેળામાં લોખંડી બંદોબસ્ત

જૂનાગઢ નજીક આવેલાં ભવનાથ તિર્થક્ષેત્રમાં પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ શિવરાત્રીનો મીની કુંભમેળો યોજવામાં આવી રહેલ છે ત્યારે શિવરાત્રીનાં મેળામાં આવનારા લાખો ભાવિકોની સલામતી માટે તેમજ કાયદો અને વ્યવસ્થાની Âસ્થતી જળવાય રહે અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ચુસ્ત અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢ જીલ્લા કલેકટર કમ મ્યુની. ઈન્ચાર્જ કમિશ્નર સૌરભ પારઘીનાં માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવિકોની સુખાકારી માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે.
ભવનાથ ક્ષેત્રમાં મહાવદ નોમનાં દિવસથી ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે શિવરાત્રીનાં મહામેળાનો પ્રારંભ થઈ રહ્યો છે આ મેળાનાં પ્રારંભ સાથે જ ભાવિકોનો પ્રવાહ શિવરાત્રીનાં મેળામાં ઉમટી પડશે. દર વર્ષે આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં હોય ત્યારે ચાલુ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની ધારણાં છે ભાવિકોની સલામતી માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આઈજી સુભાષ ત્રિવેદી, જીલ્લા પોલીસવડા સૌરભસિંઘની સુચના અને માર્ગદર્શન હેઠળ મેળામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં અલગ-અલગ ૩૪ ઝોનમાં બંદોબસ્તની વહેંચણી કરવામાં આવી છે મળતી વિગત અનુસાર ગિરનાર શિવરાત્રી કુંભ મેળાને લઈને લોકોની સલામતી અને સુરક્ષા માટેનાં બંદોબસ્તમાં ૧૦ નાયબ પોલીસ અધિકારી, રર પીઆઈ, ૧૦ર પીએસઆઈ, પોલીસ, મહિલા પોલીસ સહિતનાં ૧૩૧૪ કર્મચારી, ટ્રાફિક પોલીસનાં ૧ર૦ જવાનો, હોમગાર્ડ ૩૮૮, જીઆરડીનાં ર૪૭ જવાનો તેમજ એસઆરપીની ત્રણ કંપનીઓ બંદોબસ્તમાં રહેશે અને હજુ પણ વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટેની કુમકો મંગાવવામાં આવી છે અને જે અંગે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મેળાને શરૂ થવાને હવે ગણતરીનાં કલાકો જ બાકી રહ્યાં છે ત્યારે કોઈ જાતનાં અનિચ્છનીય બનાવ ન બને તે માટેનાં સલામતીનાં તકેદારીનાં સંપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

Leave A Reply