હર હર મહાદેવના નાદ સાથે ભવનાથના શિવરાત્રી કુંભમેળાનો થયેલો પ્રારંભ

ભવનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષોથી યોજાતા મહાશિવરાત્રી મેળાનો આજે ગુજરાત રાજ્ય સરકારના વિશિષ્ટ આયોજન વચ્ચે ગિરનાર શિવરાત્રી કુંભ મેળા તરીકે વિધિવત પ્રારંભ થયો હતો.
હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ વચ્ચે ભવનાથ મંદિરે ધ્વજારોહણ વિધિ રાજ્યપાલ ઓ.પી કોહલી, યાત્રાધામ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે તેમજ મહંત શ્રી ભારતીબાપુ, મહંત શ્રી મુકતાનંદ બાપુ, મહંત શ્રી શેરનાથ બાપુ, મહંત શ્રી ચૈતન્ય શંભુ મહારાજ, શ્રી હરિ ગીરીબાપુ તેમજ ઇન્દ્રભારતી બાપુ સહિતના સંતો-મહંતો અને વિવિધ અખાડાનાં સાધુઓ અને અગ્રણીઓ તથા જૂનાગઢ મનપાનાં મેયર આદ્યશક્તિબેન મજમુદાર, પ્રદિપભાઇ ખીમાણી, નિર્ભયભાઈ પુરોહિત અને મોટી સંખ્યામાં નાગરિકો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રી તેમજ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ભવનાથ મહાદેવના દર્શન અને પૂજા અર્ચના પણ કર્યા હતા.

Leave A Reply