મેળા માટે એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો

ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો વિધીવત પ્રારંભ થઈ ગયો છે. ર૭ ફ્રેબુઆરીથી ૪ માર્ચ સુધી મેળો યોજાવાનો છે ત્યારે મેળામાં આવનાર યાત્રીકોની સુવિધા માટે એસટી તંત્ર સજ્જ થઈ ગયું છે. આજ સવારે ૧૦.૩૦ વાગ્યેથી એસટી વિભાગે પોતાની બસ સેવાનો પ્રારંભ કર્યો છે. એસટી વિભાગ જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી પ૦ મીની બસ દોડાવશે. આ ઉપરાંત રરપ બસો અન્ય શહેરોમાં દોડાવાશે. તેમજ ૧૦૦ વધારાની બસો દોડાવાશે. આમ કુલ મળી ૩૭પ બસનું એસટી દ્વારા સંચાલન કરવામાં આવશે. આ બસની સગવડતા પ્રારંભીક ધોરણે નક્કી કરવામાં આવી છે. પરંતુ જા જરૂર પડશે તો બસની સંખ્યામાં વધારો પણ કરવામાં આવશે. જૂનાગઢનાં બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી દોડનારી પ૦ મીનીબસનું ભાડું માત્ર ર૦ રૂપિયા રાખવામાં આવ્યું છે. આમ સસ્તા ભાડામાં એસટી સલામત સેવા પુરી પાડશે. આ વર્ષે શિવરાત્રી મેળાને કુંભ મેળો જાહેર કરવામાં આવ્યોછે ત્યારે ભાવિકોની સંખ્યામાં ભારે વધારો થવાની સંભાવના વ્યકત થઈ રહી છે. જેને ધ્યાને લઈને એસટી દ્વારા પુરતી તૈયારી કરવામાં આવી છે. એસટીનાં ડિવીઝનલ કંટ્રોલર રણદિપસિંહ વાળાનાં માર્ગદર્શનમાં ડેપો મેનેજર વી.બી.ડાંગર અને તેની ટીમ દ્વારા બસ સેવાનું સુચારૂં સંચાલન કરવામાં આવશે. એસટી વિભાગે જણાવ્યું હતું કે ૩૭પ વધારાની બસ ઉપરાંત જે રેગ્યુલર રૂટ ઉપર દોડે છે તેવી ૪૯૩ બસો પણ પોતાની સેવા જારી રાખશે. આગામી ૪ માર્ચ સુધી એસટી વિભાગ ર૪ કલાક પોતાની સેવા પુરી પાડશે જેથી લોકોને ખાનગી વાહનોમાં વધારે ભાડું ચુકવવું ન પડે અને માત્ર ર૦ રૂપિયામાં બસ સ્ટેન્ડથી ભવનાથ મેળાનાં સ્થળ ઉપર લોકો પહોંચી મેળાનો આનંદ માણી શકશે.

Leave A Reply