જૂનાગઢમાં રેલ્વે ઓવરબ્રીજ અને ટ્રાફિક સિગ્નલનાં કામો માટે મુખ્યમંત્રીએ ફાળવી માતબર ગ્રાન્ટ

જૂનાગઢ શહેરને વર્ષોથી મુંઝવતાં રોપ-વેની ગતિ તેજમય બની છે અને નજીકનાં ભવિષ્યમાં રોપ-વે કાર્યરત થવાનું છે. તેનો હરખ પણ લોકોને છે. આ સાથે જ ગિરનાર શિવરાત્રી કુંભ મેળો-ર૦૧૯નો આજે ત્રીજા દિવસે મહાનુભાવોની ઉપÂસ્થતી વચ્ચે જુદાં-જુદાં કાર્યક્રમો આજે યોજાઈ રહ્યાં છે. પૂર્ણ ધાર્મિકતા, સદભાવના, શાંતિનો સંદેશ, એખલાસભર્યું વાતાવરણ વચ્ચે મેળો યોજાઈ રહ્યો છે. ગુજરાત સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડનાં નેજા હેઠળ વિકાસકાર્યો પણ વેગમાન બની રહ્યાં છે. બરાબર એ ટાંકણે જ આજે જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શિવરાત્રી કુંભમેળામાં મહેમાન બની રહ્યાં છે. ત્યારે તેનાં આગલાં દિવસે એટલે કે ગઈકાલે ફ્રેબુઆરીનાં અંતિમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયની ૧૮ નગરપાલિકાઓ અને રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર તેમજ જૂનાગઢ અને ગાંધિનગર મહાનગર પાલિકાઓને વિવિધ યોજનાઓ માટે નાણાંઓની ફાળવણી કરી છે. ખાસ કરીને જૂનાગઢ માટે, રેલ્વે અંડરબ્રીજ માટે ગ્રાન્ટની ફાળવણી કરી દેવામાં આવતાં જૂનાગઢમાં આગામી દિવસોમાં જ રેલ્વે ઓવરબ્રીજની કામગીરી હાથ ધરાશે. તેવા નિર્દેશો મળે છે. જૂનાગઢ શહેરમાંથી પસાર થતી રેલ્વે લાઈન અને તેનાં સાત સહેલીઓ માફકનાં આવેલાં ફાટકો જૂનાગઢની જનતાને માટે અત્યંત ત્રાસરૂપ બની ગયાં છે અનેક રજુઆતો અને અનેક માંગણીઓ કરવામાં આવી છે. રાજકીય પક્ષનાં આગેવાનો, વિવિધ સંગઠનો, સામાજીક સંસ્થાઓ, સેવાકીય મંડળો તેમજ જાગૃત નાગરિકોએ પણ અવારનવાર રજુઆતો કરી છે. ખાસ કરીને જાષીપરા રેલ્વે ફાટક, બસ સ્ટેશન ફાટક, વૈભવ ફાટક, તળાવ દરવાજા ફાટક, જલારામ સોસાયટી, ભુતનાથ ફાટક, ગાંધીગ્રામ ફાટક સહિતનાં ફાટકોની આ માયાજાળ અત્યંત પીડાદાયક બને છે. કારણ કે ટ્રેનોનાં અવરજવરનાં સમય દરમ્યાન આ ફાટકો બંધ કરવા અને ખોલવા તેમજ ક્રોસિંગ સમયે ફાટકો બંધ કરી અને ખોલવાનાં સમયે જુદાં-જુદાં રેલ્વે ક્રોસિંગો ઉપર એટલો બધો ટ્રાફિક રહે છે કે ૧પ થી ર૦ મિનીટ જેવા સમયગાળા બાદ Âક્લયરીંગ થતું હોય છે. આ ઉપરાંત ખાસ કરીને ઈમરજન્સી કેસ વખતે જ કોઈ એમ્બ્યુલન્સ વાહન ફાટક બંધ હોય તેવી Âસ્થતીમાં ફસાય ગયું હોય અને તેને તાત્કાલિક જે-તે હોÂસ્પટલે પહોંચવાનું હોય તો તે યોગ્ય સમયે પહોંચી શકે તેમ નથી. વિવિધ સોસાયટીઓનાં લોકોને અવરજવર માટે, વિદ્યાર્થીઓને સ્કુલે જવા માટે અનેક તકલીફો પડતી હતી અને આ ફાટકની સમસ્યા નિવારવા માટે જૂનાગઢને ફાટકલેસ કરવા અથવા તો જૂનાગઢ રેલ્વે સ્ટેશનને અન્યત્ર ખસેડવા તેમજ વિસાવદર રેલ્વેલાઈનને શહેરથી દુર ખસેડવી સહિતનાં વિકલ્પો વિચારી અને તે અંગે રજુઆતો કરવામાં આવી હતી છેલ્લાં ૪-૪ દાયકા ઉપરાંતથી રેલ્વે ક્રોસિંગની સમસ્યા ઘટવાને બદલે સતત વધતી જતી હતી અને એક તકે તો અંડરબ્રીજ બનાવવાની પણ માંગણી ઘણાં લાંબા સમયની પડી હતી. આ દરમ્યાન આજે જૂનાગઢનાં આંગણે મહેમાન બની રહેલાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે જ રાજયની નગરપાલિકા તેમજ છ મહાનગરપાલિકાઓને વિવિધ વિકાસકામો માટે કુલ રૂ.પ૯૬.૩૪ કરોડની ગ્રાન્ટ મંજુર કરી છે અને આ ગ્રાન્ટમાં જૂનાગઢ મહાનગરપાલિકાને રેલ્વે ઓવરબ્રીજ માટે રૂ.૩૧.૪૦ કરોડ ફાળવવામાં આવ્યાં છે. આ ઉપરાંત જૂનાગઢ મહાનગર પાલિકામાં ટ્રાફિક સિગ્નલનાં કામો માટે રૂ.૧.પ૦ કરોડ ફાળવવામાં આવ્યાં છે ત્યારે હવે જૂનાગઢવાસીઓ ટુંક સમયમાં જ ફાટકની સમસ્યાથી મુક્ત બનશે. જૂનાગઢને રેલ્વે ઓવરબ્રીજ તેમજ વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થશે. ત્યારે આજે જૂનાગઢ ખાતે આવી રહેલાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જૂનાગઢવાસીઓ થેન્કસ ટુ મુખ્યમંત્રી કહી અને આભારની લાગણી પણ વ્યકત કરી રહ્યાં છે.

Leave A Reply