Tuesday, January 28

સોમવારે જૂનાગઢના ઉપલા દાતાર ખાતે પૂ.પટેલ બાપુની પૂણ્યતિથી ઉજવાશે

પૂ.ભીમબાપુની નિશ્રામાં સમાધિપૂજન મહાપ્રસાદ પૂર્વ સંધ્યાએ નિરંજન પંડયા અને બિરજુ બારોટની સંતવાણી – ભાવિકો ઉમટશે

જૂનાગઢ તા.૬ જૂનાગઢ ઉપલા દાતારની જગ્યાના બ્રહ્મલીન મહંત પૂ.પટેલ બાપુની ફાગણ સુદ-પને તા.૧૧ને સોમવારના રોજ ર૯મી પૂણ્યતિથી હોય જેની મહંત પૂ.ભીમબાપુની નિશ્રામાં ભાવભેર ઉજવણી કરવાનું અનેરૂ આયોજન કરાવ્યું છે. જેમાં પૂર્વ સંધ્યાએ તા.૧૦ને રવિવારના રોજ ૧૦ કલાકે ભજન સંધ્યાના કાર્યક્રમમાં સવારે ૧૦ કલાકે પૂ.પટેલ બાપુની સમાધિનું
શાસ્ત્રોકત વિધી સાથે પૂ.ભીમબાપુના હસ્તે પૂજન કરવામાં આવશે અને બપોરે ૧ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે તો કોમી એકતાના પ્રતિક એવી આ દાતારની જગ્યા ખાતે સર્વ હિન્દુ-મુસ્લીમ દાતાર ભક્તોને આ અવસરે પધારવા મહંત પૂ.ભીમબાપુ ગુરૂ પટેલ બાપુ અને કિશોરભાઈ તેમજ મુન્નાભાઈએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

Leave A Reply