Tuesday, January 28

રાજ્યના દરેક જિલ્લા મથકોને સીસીટીવી નેટવર્કથી આવરી લેવાનો દેશમાં સૌપ્રથમ પ્રોજેકટ ગુજરાતમાં શરૂ થયો-મુખ્યમંત્રી

ગુજરાતને વધુ સુરક્ષિત અને સલામત બનાવવા સરકાર દ્વારા સેઇફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેકટ અમલી બનાવાયો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ સિસ્ટમ, કમાન્ડ અને કંટ્રોલ રૂમ તથા ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ વડે જાહેર સ્થળો ઉપર ઝીણવટભરી નજર રાખી શકાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે સીસીટીવી કેમેરાની ત્રીજી આંખ ત્રિનેત્ર આપણી ઉપર નજર રાખી રહી છે તેવી વ્યવસ્થાથી ગુનાઇત પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થશે તથા ગુનેગારોને પણ ઝડપથી પકડી શકાશે. તેમણે કહ્યું કે નજીકના સમયમાં જ રાજ્યભરમાં જાહેર સ્થળોને આ સિસ્ટમથી આવરી લેવાશે મુખ્યમંત્રી એ જણાવ્યું કે આજે બનાસકાંઠા સહિત રાજ્યમાં બોટાદ, મહેસાણા, ગાંધીધામ, કચ્છ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય, નર્મદા અને ગાંધીનગર જિલ્લાઓમાં ડિજિટલ  સી.સી.ટી.વી. કેમેરા આધારિત સિસ્‍ટમનો પ્રોજેકટ ગુજરાતમાં શરૂ થયો છે.

       

Leave A Reply