Tuesday, January 28

જૂનાગઢનાં ડો.અક્ષય સેવકનું કેન્સરનાં દર્દીઓ માટે ચાવીરૂપ સંશોધન

એન્ટિઓક્સિડન્ટ અને ઈમ્યુનોમોડયૂલેશનનાં સમન્વયથી જૂનાગઢનાં જાણીતાં ડોકટર અક્ષય સેવકનું કેન્સરનાં દર્દીઓ માટે ચાવીરૂપ સંશોધન થયું છે. અને જેને લઈને અનેક દર્દીઓને નવજીવન પ્રાપ્ત થશે આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કેન્સરનાં દર્દીઓને કીમોથેરપી કે રેડિએશન થેરપી સારવાર દરમ્યાન શ્વેતકણો અને ત્રાકકણો ઘટી જવા, વાળ ઉતારી જવા, શરીર સુકાઈ જવું, વજનમાં એકાએક ઘટાડો થવો, ભુખ ઓછી થઈ જવી, ગળાથી ખોરાક ઉતારવામાં પીડા થવી વગેરે આડઅસરો થતી હોય છે. તેને લીધે તેમના જીવનની ગુણવતા એટલે કે, કવોલિટી ઓફ લાઈફ બગડી જાય છે. આ તકલીફને તિલાંજલિ મળી જાય એ દિવસો હવે દુર નથી. જૂનાગઢનાં ડો.અક્ષય સેવકે કેન્સરનાં દર્દીઓ માટે મુળભુત વનસ્પતિ આધારિત સચોટ ઈલાજનું સંશોધન કર્યું છે. જે ટાર્ગેટ થેરાપી જેવી અસરકારક નીવડી છે. આ ટેબ્લેટમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓનો સમાવેશ થાય છે. ડો.સેવક કહે છે કે વિશ્વમાં કેન્સરનાં સારવાર દરમ્યાન થતી આડઅસરને રોકવી અથવા તેને રિપેર કેવી રીતે કરવું તેના ઉપર વૈજ્ઞાનિકોનું સંશોધન ચાલુ છે. મોટાભાગનાં કેન્સરનાં દર્દીઓનાં શરીરમાં સ્નાયુ, પેશી તથા ચરબીમાં ક્ષય (કેચેÂક્સયા) જાવા મળે છે. કેન્સરથી પીડાતા દર્દીઓમાં ૮૦ ટકા દર્દીઓમાં કેચેÂક્સયાનાં લક્ષણો જાવા મળે છે. જેનાથી અનેક પ્રકારની આડઅસરો દા.ત.કિડની, લીવર, ફેફસા, હદૃય તથા બોનમેરોની કાર્યદક્ષતામાં ઘટાડો જાવા મળે છે. પરિણામે દર્દીનું શરીર સુકાતું જાય છે. આ કેચેÂક્સયાનાં લક્ષણોની સંપૂર્ણ સુરક્ષિત સારવાર પધ્ધતિ હજુ મોડર્ન મેડિકલ સાયન્સમાં શોધાઈ નથી. પણ તે ડો.સેવકની ઈમુરાઈઝથી શકય છે. એવું સાબિત થયું છે. શરૂઆતનાં તબક્કે તેઓએ અલગ-અલગ પ્રકારનાં દર્દીઓ ઉપર આ દવાની અસર ડીએનએ રિપેર સિસ્ટમમાં થાય છે એવું કોમેટ એસે તથા એન્ટીએજીગ માટે ટેલીમેરેઝ એસે માણસોમાંના માધ્યમથી જાણી શકાયું છે. ઈમ્યુરાઈઝ માણસ માટે સલામત છે તેવું પણ આ સંશોધન મારફતે સાબિત થયેલ છે. હાલમાં ગુજરાત યુનિવર્સિટી તથા નિરમા યુનિવર્સિટીએ સંયુકત રીતે ઉંદર ઉપર કરેલ સંશોધનનાં પરિણામથી એ સાબિત થાય છે કે ઈમ્યુરાઈઝથી કેચેÂક્સયા ઉપર કાબુ મેળવી શકાય છે તથા કિડની, લીવર અને ફેફસામાં ફેલાયેલ અતિઆક્રમક (મેટાસ્ટેટીક) કોષોને પણ ઘટાડી શકે છે. આ કદાચ ઈમ્યુરાઈઝ થી મેળવેલ રોગ પ્રતિકારક શÂક્તની વૃÂધ્ધ હોઈ શકે છે. આ સમગ્ર સંશોધનનાં નિચોડથી એવું લાગે છે કે કેન્સરનાં દર્દીનું પુર્નઃવસન કોઈપણ તબક્કે શક્ય છે. ટુંકમાં કેન્સરનાં દર્દીઓને થતી આડઅસરની પીડા હવે ભુતકાળ બની જશે એમાં બેમત નથી.

Leave A Reply