Tuesday, January 28

ભાજપનો સભ્ય બનું છું નિષ્ઠાપૂર્વક કામ કરીશ : જવાહર ચાવડા

 જૂનાગઢ જિલ્લાના માણાવદર મતક્ષેત્રના યુવા નેતા જવાહરભાઇ ચાવડાએ કોંગ્રેસને રામ રામ કરી ભાજપ સાથે હાથમિલાવી દીધા છે પરિણામે છેલ્લા બે દિવસથી ચકડોળે ચડેલી વાતનો અલ્પવિરામ આવી ગયો છે.આવી રહેલી લોકસભાની ચૂંટણીના પગલે ભાજપ રાજકીય પક્ષો દ્વારા અનેક કાવાદાવા રચવામાં આવે છે તો બીજી તરફ કુંવરજી બાવળીયા ની ભાજપમાં થયેલી એન્ટ્રી બાદ ઊંઝાના મહિલા ધારાસભ્ય આશાબેન પટેલ અને ત્યારબાદ માણાવદરના જવાહર ચાવડા એ ભાજપ સાથે હાથ મિલાવી દીધા છે ગઈકાલે બપોરે 1:00 વિધાનસભા અધ્યક્ષ રાજે ત્રીવેદીના મંત્રી સંકુલના સત્તાવાર નિવાસસ્થાને જવાહર ચાવડાએ ધારાસભ્ય પદેથી સ્વૈચ્છિક રાજીનામું સુપરત કર્યું હતું જેની જાહેરાત વિધાનસભાના અધ્યક્ષ છે મીડિયા સમક્ષ કરી હતી અને ત્યારબાદ સાંજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જવાહરભાઈ ચાવડા એ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. અને  ભાજપમાં જોડાયેલા  નવ નિયુક્ત સભ્ય જવાહર ચાવડા ને પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલે આવકાર્યા હતા આ તબક્કે પત્રકાર પરિષદમાં જવાહર ચાવડાએ પોતાના મંતવ્ય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા ૩૦ વર્ષથી રાજકારણ સાથે સંકળાયેલા છે અને ત્યારબાદ સૌ પ્રથમ 1990માં કોંગ્રેસના ધારાસભ્ય પદે ભાઈ આવ્યા હતા આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણથી કોંગ્રેસના પંજાના નિશાન ઉપર જીત તો આવું છું પરંતુ મારા મનમાં વિકાસની એક વેદના સતાવતી હતી ત્યારે અનેક મહામંથન બાદ પ્રજાની કામગીરી કરવા માટે અને મારા મત ક્ષેત્ર નો વિકાસ કરવા માટે સત્તાધારી પક્ષ ભાજપ સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો કારણકે પ્રજાને વધુ ઉપયોગી થવું એ મારું લક્ષ્ય હતું અને એ માટે રાજકારણમાં ફેરફાર પણ એટલો જ જરૂરી હોવાનું જણાવ્યું હતું આ તબક્કે તેમણે કોંગ્રેસ આગેવાનોએ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે મેં કોંગ્રેસના સભ્ય પદેથી ઓપો પ્રમુખ પદેથી પ્રદેશ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઈ-મેલથી મારું રાજીનામું મોકલી દીધું છે અને કોંગ્રેસના તમામ હિસાબો પૂરા કરીને હું કમલમ આવ્યો છું એટલે મેં મારી કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ દ્રોહ કર્યો નથી તેવી સ્પષ્ટતા પણ કરી હતી લોકસભાની ચૂંટણી સમયે જ તમે ભાજપમાં સામેલ કેમ થયા તેવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં જવાહરભાઇ ચાવડાએ  બીપી જણાવ્યું હતું કે હાલ દેશની જે સ્થિતિ છે તે જોતા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હાથ મજબૂત કરવાની તાતી જરૂરિયાત છે એટલું જ નહીં મારા મતદારોને ન્યાય અપાવવા અને વિકાસની દિશામાં આગળ વધવા ના ભાગરૂપે હું ભાજપમાં જોડાયો છું એટલું જ નહીં આ નવી જગ્યામાં આવવાથી હું ખૂબ જ ખુશ છું અને આવનારા દિવસોમાં નિષ્ઠાપૂર્વક પાર્ટીના નિર્દેશ અનુસાર કામગીરી કરીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ છોડવા પાછળ તમને શેનો અસંતોષ હતો તેવા પ્રશ્નના ઉત્તરમાં જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં મને કોઈ અસંતોષ હતો જ નહીં ત્યાં પણ મારું માન અને મર્યાદા જળવાતી જ હતી પરંતુ છેલ્લા એક વર્ષથી હું મુજવણ અનુભવતો હતો તેથી મેં ભાજપ સાથે જોડવાનો નિર્ણય કર્યો હોવાની સ્પષ્ટતા કરી હતી  જોકે આ તબક્કે તેમણે કેટલાક પ્રશ્નો ઉત્તર આપવાનું ટાળ્યું હતું.તો બીજી તરફ રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જવાહર ચાવડા ના ભાજપ પ્રવેશ અંગે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ના યુવા નેતા ના આગમનથી ભાજપની શક્તિમાન અનેક વધારો થશે એટલું જ નહીં કોંગ્રેસમાં રહી ચૂકેલા જવાહર વયનાં મનમાં તેમના મત વિસ્તારનો વિકાસ જે અગ્રિમતા હતી સાથે-સાથે મૂંઝવણ પણ ઉદભવી હતી ત્યારે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સાથે રહી વિકાસના આહુતિ આપવા માટે અને તેમની અપેક્ષા પ્રમાણે તેમના મતક્ષેત્ર મા વિકાસની ગતિ વધુ તેજ ગતિથી આગળ વધે તે હેતુથી તેમણે ભાજપ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે અને તેથી તે અમારા પરિવારના સભ્ય બન્યા છે આ તબક્કે પ્રદિપસિંહ જાડેજા એ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે જવાહરભાઇ ચાવડાએ ભાજપ ના પ્રદેશ નેતૃત્વ સમક્ષ જોડાતા પહેલા કોઈપણ પ્રકારની માગણી કરી જ નથી માત્ર ને માત્ર તેમના મત વિસ્તારનો વિકાસ અને જનતાને ન્યાય મળે તે હેતુથી જ જવાહરભાઈ સત્તાધારી ભાજપ પાર્ટીમાં જોડાયા હોવાનો સૂર વ્યક્ત કર્યો  હતો અત્રે નોંધનીય છે કે લોકસભાની આવી રહેલી ચૂંટણીઓમાં તમામ સીટો ઉપર ભાજપનો ભગવો લહેરાય તે હેતુથી ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના નારાજ ધારાસભ્યોને પાર્ટીમાં સામેલ કરવા અનેક રાજકીય રમતો શરૂ કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા કોંગ્રેસના ગઢમાં થી હજુ કેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી વહેતી થયેલી ચર્ચા હજુ સમી નથી. તો બીજી તરફ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો વચ્ચે જેનો નામનો ઉલ્લેખ ન હતો તેવા ધારાસભ્ય ભાજપ સાથે જોડાઈ ગયા પરિણામે રાજકીય પક્ષના વિશ્લેષકો પણ આ ઘટનાક્રમથી વિચારતા થઈ ગયા છે.આ તબક્કે ભાજપ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડિયાએ જવાહરભાઈ ચાવડા ને આવકાર્યા હતા..

Leave A Reply