છેવાડાના માનવીનો વિકાસ મારૂ લક્ષ:ધર્મેન્દ્ર સિંહ જાડેજા (હકુભા)

રાજય સરકાર ના મંત્રીમંડળ માં 3 નવા ચહેરાઓ ને  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખાતા વહેંચણી કરી હતી.ત્યારે ગઇકાલે  સવારે 11 કલાકે જામનગર ના નવનિયુક્ત મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ સ્વર્ણિમ સંકુલ 2 ના ચોથા માળે આવેલી ઓફિસમાં અન્ન નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગો ના રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો ચાર્જ વિધિવત રીતે ગ્રહણ કર્યો હતો.આ વેળાએ ભાજપના પૂર્વ મંત્રીઓ ,ધારાસભ્યો ,અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો ,શહેર ભાજપ હોદ્દેદારો અને  તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી રાઘવજી પટેલ અને મહેન્દ્રસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અરે ધર્મેન્દ્રસિંહ જાડેજા ને શુભેચ્છાઓ પાઠવી હતી બધી તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં તેમણે જણાવ્યું હતું કે ભાજપની કેન્દ્રીય નેતાગીરી પ્રદેશ નેતાગીરી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તેને હું સાકાર કરીશ છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર વિકાસની દિશામાં આગળ વધી રહી છે અને તેના ફળ હું છેવાડાના માનવી સુધી લઈ જઈશ તેમ જણાવ્યું હતું હાર્દિક પટેલ અને પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપના મજબૂત કાર્યકરો સક્ષમ છે અને તમામ રીતે પ્રયત્ન કરીને લોકસભાની જ જીતીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ તબક્કે મહેન્દ્રસિંહ વાઘેલા ની સૂચક હાજરી અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે શંકરસિંહ વાઘેલા પરિવાર સાથે મારે પારિવારિક સંબંધ છે અને એટલે જ મહેન્દ્રસિંહ વાઘેલા શુભેચ્છા પાઠવવા આવ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો. વિકાસના કેવા પ્રકારના કામ કરશો તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે હું લોકોને વચ્ચે જઈને કામ કરીશ આજે ભાજપમાં વિકાસની રાજનીતિ ચાલી રહી છે તેના થકી હું છેવાડાના માનવી સુધી સેવાના કાર્ય કરીશ તેમ જણાવ્યું હતું જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા એ ઓફીસ ચાર્જ લીધો હતો નવા ઉમેરાયેલા રાજ્યકક્ષાના મંત્રી એ નાગરિક પુરવઠા રવિવારે આખો દિવસ કુટીર ઉદ્યોગ તેમજ સાંભળવાનું ગ્રાહક સુરક્ષા ભાગનો હોદ્દો સંભાળ્યો હતો સ્વર્ણિમ સંકુલ 2 માં આવેલી ઓફિસમાં તેમણે વિધિવત ચાર્જ લીધો હતો  જણાવ્યું હતું કે  ગુજરાતમાં ભાજપ વિકાસના ફળ છેવાડાના માનવી સુધી લઈ જશે.અને  કેન્દ્ર તેમજ રાજ્ય ના નેતૃત્વએ તેમના પર  મુકેલા વિશ્વાસ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. પોતાના વિભાગના  ચાર્જ સંભાળતા વેળા એ  જામનગર ભાજપના હોદ્દેદારો પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલ મહેન્દ્રસિંહ વાઘેલા સહિત નેતાઓ શુભેચ્છા પાઠવી હતી.

Leave A Reply