Monday, December 9

કોંગ્રેસના વલ્લભ ધારવીયાએ રાજીનમુ આપી ભગવો ધારણ કર્યો

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપનો ભગવો ધારણ કર્યો છે આજે બપોરે 1:00 કલાકે વલ્લભ ધારિયાએ ગુજરાત વિધાનસભાના એક્સ રાજેન્દ્ર ત્રિવેદી ના નિવાસ્થાને પહોંચી ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું હતું તો બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ રાજ ત્રિવેદીએ વલ્લભ ધારિયાના રાજીનામા અંગે મીડિયા સમક્ષ સ્વીકાર કર્યો હતો જોકે આ અંગેની જાહેરાત દરમિયાન અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધારાસભ્યોનાં રાજીનામાં પડવાથી વિધાનસભા ખંડિત થાય છે અને મને ખૂબ જ દુઃખ થાય છે જોકે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયા એ  કોંગ્રેસ પક્ષમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાનું કબૂલ કરી છે કોઈના દબાણ લાલચ કે પછી ધમકીથી પ્રેરાઇને રાજીનામું આપ્યું નથી તેમ જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલા ચાર દિવસમાં ત્રણ ધારાસભ્યો એ કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપ સાથે જોડાઈ જવાની ઘટનાથી પાટનગર નું રાજકારણ ગરમાયું છે તો બીજી તરફ પોતાનું રાજીનામું સુપરત કરીને વલ્લભ ધારિયાએ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જઇ ભગવો ખેસ ધારણ કર્યો હતો આ તબક્કે ભાજપ પ્રદેશ તરફથી કે સી પટેલ અને આઇ.કે.જાડેજા એ વલ્લભ ધારિયાને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ આપ્યો હતો..

Leave A Reply