Sunday, March 24

CWCની બેઠક યોજાઈ, સંઘ-ભાજપની ફાંસીવાદની વિચારધારાને પરાજીત કરવા ઠરાવ.

Google+ Pinterest LinkedIn Tumblr +
Want create site? Find Free WordPress Themes and plugins.

કોંગ્રેસની ૫૮ વર્ષ બાદ ગુજરાતમાં કારોબારી સમિતિની બેઠક મંગળવારે યોજાઈ. શાહીબાગ સરદાર સ્મારક ખાતે કોંગ્રેસના સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના મોવડીમંડળના નેતાઓની ઉપÂસ્થતિમાં કારોબારી બેઠક મળી હતી. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નીમિત્તે મહાત્માની ભૂમી પર આ બેઠકનું આયોજન કરાયું હતું. બેઠકમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિત મહાન નેતાઓને યાદ કરવામાં આવ્યા હતા. આ બેઠકના પ્રારંભે જલિયાંવાલા બાગ હત્યાકાંડના ૧૦૦ વર્ષ પર જઘન્ય હત્યામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપીને યાદ કરાયા હતા.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા અમદાવાદ આવી પહોંચ્યા હતા. ગાંધી આશ્રમ ખાતે સર્વધર્મ સભામાં હાજરી આપી હતી. બાપૂના પ્રિય એવા વૈષ્ણવજન તો તેને કહીએ પણ ગાયકવૃંદ દ્વારા ગાવામાં આવ્યું હતું.
કોંગ્રેસની વ‹કગ કમિટી બેઠકના મહ¥વના અંશઃ-

  • કોંગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીના વિચાર નિરંતર એક રહ્યા છે. સમાજના દરેક નાગરિકને તેમના હક અધિકાર અને સમ્માન મળે કોંગ્રેસે તેનું મહત્વ સમજતા આજની કારોબારીમાં તેના પરિપ્રેક્ષ્યને પુનઃ દોહરાવ્યો છે.
  • લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ છે તેની પૃષ્ઠભૂમિમાં કારોબારી બેઠક યોજાઈ. પ્રવર્તમાન સમયે ભારતમાં જે હુમલા થયા છે તેને વખોડી દેશ રાષ્ટÙીય બાબતોમાં એક છે. બહાદુર જવાનો, સુરક્ષાકર્મીઓ છે સરહદ પર શહીદી વોહરે છે તેમને નમન કર્યા અને તેમના બલિદાનને યાદ કરાયું છે.
  • કોંગ્રેસ કારોબારીમાં દેશમાં રાજકીય સંવાદમાં કડવાશ આવી ગઈ છે જેનો સીધો દોષ પીએમ મોદી અને ભાજપને જાય છે. રાષ્ટÙીય એકતાનો પ્રશ્ન છે ત્યારે દેશના પીએમ દેશની પ્રજા વચ્ચે મતભેદ ઊભો કરી રહ્યા છે માત્ર ચૂંટણીલક્ષી રાજકારણને લીધે. બેઠકમાં તેની નિંદા કરવામાં આવી છે.
  • પીએમ મોદીએ ભારતની પ્રજાની બુદ્ધિનું અપમાન ના કરવું જાઈએ. દેશના યુવા, ખેડૂતો અને તમામ નાગરિકોનું ધ્યાન વચનો પરથી હટાવવાનો ભાજપ અને પીએમ પ્રયાસ કરે છે. પરંતુ કોંગ્રેસ સરકાર પ્રજાનો અવાજ બનીને લોકોને યાદ અપાવશે કે લોકોને મૂરખ ના બનાવી શકાય અને તેમની સાથે વિશ્વાસઘાત ના કરી શકાય. દેશમાં રોજગારી સૌથી મોટી સમસ્યા છે. પાંચ વર્ષમાં ૧૦ કરોડ રોજગારીનું વચન આપવામાં આવ્યું હતું જે પુરું નથી થયું.
  • ખેડૂતોને પોષણક્ષમ ભાવો નથી મળ્યા. દેશના બંધારણ પર સતત હુમલા થયા છે. કોંગ્રેસ દેશના પ્રજાતંત્રની મજબૂતીમાં વિશ્વાસ ધરાવે છે.
  • કોંગ્રેસ અને મોદીના વચનોમાં મોટો તફાવત છે. કોંગ્રેસે પાંચ રાજ્યોમાં સરકાર બાદ ખેડૂતોના દેવા માફ કર્યા. મોદી સરકારના નોટબંધી, જીએસટી સહિતના અણધડ નિર્ણયોથી લોકોને સહન કરવું પડ્યું છે. કોંગ્રેસ કારોબારીમાં ઠરાવ થયો છે કે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવી સરકાર રચશે તો તે અર્થવ્યવસ્થાને મજબૂત કરશે તેમજ રોજગારીનું સર્જન કરશે અને યુવાઓને સક્ષમ બનાવવા અને દેશમાં વર્તમાન સમયે ફેલાયેલું ભયનું વાતાવરણ દૂર કરશે.
Did you find apk for android? You can find new Free Android Games and apps.
Share.

Leave A Reply

+ 35 = 36

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud