Monday, December 16

કોંગ્રેસ સત્તા પર આવશે તો ૧૦ દિવસમાં ખેડૂતોનું દેવુ માફ કરીશું

અનિલ અંબાણી કાગળનું વિમાન પણ નથી બનાવી શકતા,અમે મસૂદ અઝહરને પકડ્યો, તમે તેને પાકિસ્તાન મુકી આવ્યા,મોદી સરકારે ઉદ્યોગપતિઓનું દેવુ માફ કર્યું પણ ખેડુતોનું નહીં

રાહુલ ગાંધીએ કહ્યુંકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીરવ મોદીને નીરવભાઈ, અનિલ અંબાણીને અનિલભાઈ, મેહુલ ચોક્સીને મેહુલભાઈ કહે છે. દિવસભર લોકોના રૂપિયા લૂંટાય છે. અમે નિર્મય લીધો છે. ૨૦૧૯માં અમે ઐતિહાસિક કામ કરીશું. કોંગ્રેસ પાર્ટી ગરીબો, ખેડૂતો, મજૂરોને રૂપિયા આપશે. હું આશ્વાસન આપુ છું કે, ૨૦૧૯માં અમારી સરકાર બનશે. કોંગ્રેસ પાર્ટી અમારી સરકાર ગેરેન્ટેડ મિનીમમ આવક લાગુ કરશે.

કોંગ્રેસની ૫૮ વર્ષ બાદ ગુજરાતમાં કારોબારી સમિતિની બેઠક મંગળવારે યોજાઈ. શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે કોંગ્રેસના સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના મોવડીમંડળના નેતાઓની ઉપÂસ્થતિમાં કારોબારી બેઠક મળી હતી. અડાલજના ત્રિમંદીર ખાતે યોજાયેલી કોંગ્રેસની જન સંકલ્પ રેલીમાં કોંગ્રેસ અધ્ય રાહુલ ગાંધીએ હુંકાર ભર્યો હતો. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને નફરતની હાર થશે.
રાહુલ ગાંધી સભામાં કહ્યું કે ઇતિહાસમાં પ્રથમ વાર સુપ્રીમ કોર્ટના ચાર જજ પત્રકારો પાસે જઈને કહે છે, અમને કામ કરવા દેવામાં નથી આવતું. ત્યારબાદ જજ લોયાનું નામ લે છે. સામાન્ય રીતે જનતા સુપ્રીમ કોર્ટ પાસે ન્યાય માટે જાય છે. આજના ભારતમાં સુપ્રીમ કોર્ટના જજ જનતા પાસે ન્યાય માંગે છે. આ ફક્ત સુપ્રીમ કોર્ટ સાથે નથી થઈ કહ્યું, દેશની સંસ્થાઓ પર આક્રમણ શરૂ છે, લોકોને વહેંચવામાં આવી રહ્યાં છે, નફરત પ્રસરાવામાં આવી રહી છે.
દેશના સાચા પ્રશ્નો
૪૫ વર્ષની સૌથી ઊંચી બેરોજગારી છે. વડાપ્રધાન મેક ઇન ઇન્ડયા, સ્ટાર્ટઅપની વાત કરે છે, પરંતુ હકિકત એ છે કે દેશનો યુવાન અલગ અલગ પ્રદેશોમાં રોજગાર શોધવા ફરી રહ્યો છે. ૪૫૦ યુવાનોનો નરેન્દ્ર મોદી સરકાર ૨૪ કલાકમાં નોકરી આપે છે. ગુજરાતની ચૂંટણીમાં અમે ખેડૂતોની વાત કરી ખેડૂતોએ અમને સહકાર આપ્યો.
ખેડૂતોની સમસ્યા
મોદીજી ૩,૨૫,૦૦૦ કરોડ દેશના ઉદ્યોગપતિઓના માફ કરી શકે છે, પરંતુ ખેડૂતોનું દેવું માફ નથી કરી શકતા. અરૂણ જેટલી કહે છે, ખેડૂતોને દેવું માફ કરવું અમારી પોલિસી નથી. જા પાક નિષ્ફળ જાય તો પણ ફાયદો ઉદ્યોગપતિઓને થાય છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં મેં સ્પષ્ટ કહ્યું હતું તે અમે માફ કર્યુ, જા નરેન્દ્ર મોદી ૩,૧૫,૦૦૦ ખેડૂતોના માફ કરી શકે તો અમે ખેડૂતોનું દેવું માફ કરી દઈશું. અમે ખેડૂતોના પૈસા માફ કરી દઈશું. વડા પ્રધાન કહે છે કોંગ્રેસ ખોટું બોલે છે. કોંગ્રેસે ૨ દિવસમાં આ રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કર્યુ, મને દુખ છે કે અમે ગુજરાતના ખેડૂતોને દેવું માફ કરી ન શક્યા.
નોટબંધી
વડાપ્રધાને કોઈને પૂછ્યા ગાછ્યા વગર નોટબંધી કરી, ગુજરાતના વેપારીઓની જે અસ્મિતા છે. નાના વેપારીઓ જે તમારી કરોડરજુ છે, તેને નરેન્દ્ર મોદીએ એક દિવસમાં કમર ભાંગી નાંખી. જે ભીડ બેન્ક સામે ઉભી હતી ત્યાં તમે અનિલ અંબાણી, નિરવ મોદી, મેહુલ ચોક્સી હતા? નહીં? શું તમારા ખાતામાં ૧૫ લાખ આવ્યા નહીં?
જીએસટી
વડાપ્રધાન મોદીએ કહ્યું, હતું કે જીએસટી એટલે કે ગબ્બરસિંહ ટેક્સ એક જ હશે પરંતુ તે ૫ ટેક્સ હતા. ૨૦૧૯માં જેવી અમારી સરકાર બનશે અમે તમને એક ટેક્સ વાળું જીએસટી આપીશું. વડાપ્રધાન મોદી સાચા મુદ્દાની વાત કરવા નથી માંગતા.
ચોકીદાર..
મેં ચોકીદાર શબ્દ કીધો તમે જવાબ આપ્યો. નરેન્દ્ર મોદી દરેક રાજ્યોમાંથી દેશભક્તની વાત કરે છે. તેઓ કહે છે હું દેશભક્ત છું.
રાફેલ
નરેન્દ્ર મોદી વાયુસેનાની પ્રસંશા કરે છે પરંતુ તે દેશને એવું નથી જણાવતા કે નરેન્દ્ર મોદીએ વાયુસેનાના ખિચ્ચામાંથી ૩૦,૦૦૦ કરોડ ચોરી અનિલ અંબાણીના ખિસ્સામાં નાંખ્યા છે. યુપીએ વખતે મનમોહનસિંહ અને અન્ટની જીએ ૧ રફાલ ૫૨૬ કરોડમાં સોદો કર્યો હતો. એચએએલને રફાલનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અનિલ અંબાણીએ જીવનમાં પ્લેન નથી બનાવ્યા. બેન્કના ૪૫,૦૦૦ કરોડનું દેવું છે. એચએએલ કંપનીએ ૩,૦૦૦ કરોડ પોતાના પૈસા દેશને આપ્યા છે. અનિલ અંબાણી કાગળનું પ્લેન નહીં બનાવી શકે.
ભ્રષ્ટાચાર
મોદીજીએ વડાપ્રધાન ભ્રષ્ટાચાર વિશે કહ્યું, હતું કે અમે ભ્રષ્ટાચાર કાઢીશું. સંરક્ષણ મંત્રાલયના કાગળોમાં લખ્યું છે કે વડાપ્રધાન મોદીએ ફ્રાંસ સાથે સમાંતર વાટાઘાટો કરી.
પુલવામા
પુલાવામાં મસૂદ અઝહરે બોમ્બ ધડાકા કર્યા. આ મસૂદ અઝહરને હિંદુસ્તાનની જેલથી પાકિસ્તાન કોણે મોકલ્યો, ભાજપે, વાજપેયીની સરકારે, ખાસ વિમાનમાં તેમને પૈસા આપીને મોકલ્યો હતો. તમારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભલજી તેમના ગાર્ડ બની કંદાહર ગયા હતા. ૪૦-૪૫ શહીદોને જેણે માર્યા તેને તમે ભારતમાંથી કેમ મોકલી આવ્યા હતા. દેશભક્તિની વાત કરો છો, તેની વાત કરો મસૂદ અઝહરને કોણે મોકલ્યો, મસૂદને અમે પકડ્યો હતો.
એરપોર્ટ
જે દિવસે પાકિસ્તાન સાથે લડાઈ થઈ રહી હતી ત્યારે નરેન્દ્ર મોદીએ તેમના મિત્રને ૫ એરપોર્ટ આપી દીધા. મોદીજી બે હિંદુસ્તાન બનાવવા માંગે છે, તેમના ઉદ્યોગપતિ મિત્રોનું એક હિંદુસ્તાન બીજું તમારા માટે ગબ્બરસિંહ ટેક્સ, નોટબંધી, આત્મહત્યા, ભ્રષ્ટાચાર યુક્ત ભારત. તમારા ખિસ્સાના પૈસા ઉદ્યોગપતિઓને જાય છે.
નીરવ મોદી
કાલે હું છાપું વાંચી રહ્યો હતો કે ઇંગ્લેન્ડની સરકારે નીરવ મોદીની માહિતી માંગી સરકારે માહિતી ન મળી. અમે ૨૦૧૯માં ઐતિહાસિક કામ કરવા જઈ રહ્યાં છે. જા મોદી સરકાર અમીર સરકારે અમીર લોકોને પૈસા આપી શકે છે, ૨૦૧૯માં અમારી સરકાર બનશે આખા દેશમાં દરેક પ્રદેશમાં કોંગ્રેસ
આભાર – નિહારીકા રવિયા ગેરન્ટેડ મિનિમમ ઇનકમ આપશે. દરેક નાગરિકને ગેરેન્ટેડ મિનિમમ આવક આપશે. ઐતિહાસિક કામ છે, કોંગ્રેસ પાર્ટી કરી શકે છે.

Leave A Reply