Monday, December 16

કોંગ્રેસના ભગા ભાઈનું સસ્પેન્સન રદ કરવા અદયક્ષની ચેમ્બર બહાર તમામ સભ્યોએ રામધૂન કરી વિરોધ નોંધાવ્યો

તાલાલા કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડ નું સભ્યપદ પુનઃસ્થાપિત કરવા માટે વિપક્ષી કોંગ્રેસ દ્વારા  અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ અદયક્ષ દ્વારા વિપક્ષની માંગનો સ્વીકાર નહીં કરતાં તમામ ધારાસભ્યો એ વિધાનસભા અદયક્ષ ની ઓફીસ બહાર સૂત્રોચ્ચાર તેમજ રામધૂન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ અંગે માહિતી આપતા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા વિપક્ષના અધિકારો દબાવવામાં આવી રહ્યા છે .અમારા તલાલા કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડને સસ્પેન્ડ કરવાનો જે હુકમ કરવામાં આવ્યો છે. તેનો કોઈ પણ જવાબ અમને આજદિન સુધી આપવામાં આવ્યો નથી. ત્યારે અમે અધ્યક્ષના આ નિર્ણયના વિરોધમાં તેમની ચેમ્બર બહાર રામધૂન અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા છે. આગામી દિવસમાં ન્યાયાલય તરફથી અમને આ મામલે ચોક્કસ ન્યાય મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં વિપક્ષી નેતા એ  જણાવ્યું હતું કે આ નિર્ણય કરવા પાછળ અધ્યક્ષને સરકારનું દબાણ હતું .જ્યારે ન્યાયાલયમાં પણ અધકચરી માહિતી પૂરી પાડવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમની માગણીઓ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે અધ્યક્ષ દ્વારા અમારા ધારાસભ્ય ભગવાનભાઇ બારડ નું સસ્પેન્શન રદ કરવામાં આવે અને તાત્કાલિક તેમનું સસ્પેનશન સ્થગિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે-સાથે  તલાલાપેટા ચુંટણી સ્થગિત કરવામાં આવે તેવી માંગ કરી હતી.અદયક્ષ ના નિર્ણયનોઆક્ષેપ કરતા પરેશ ઘણાની એ જણાવ્યું હતું કે તેમને ભાજપ સરકાર ના દબાણ હેઠળ આ નિર્ણય કર્યો છે . અને ભાજપ લોકશાહી ને મારવા નો પ્રયત્ન કરે છે.તેવા આક્ષેપો કર્યા હતા .એટલું જ નહીં આગામી દિવસોમાં આ મુદ્દા ને લઈને કોંગ્રેસ જનતાની કોર્ટમાં લઈજશે  તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી…

Leave A Reply