Monday, December 16

કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ફરી જંગી સભા કરશે.

લોકસભાની ચૂંટણીના પગલે રાજકીય પાર્ટીઓ  દ્વારા ચૂંટણી જંગ જીતવા માટે રેલી સભા આયોજિત કરવામાં આવી રહી છે. ત્યારે  કોંગ્રેસના મહિલા યુવા નેતા પ્રિયંકા ગાંધીએ પોતાની પ્રથમ સભા ગુજરાતના અડાલજ ખાતેથી શરૂ કરી હતી . ત્યારે તેઓ ચૂંટણીપ્રચાર માટે આગામી દિવસોમાં  ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાત કરશે તેમ મનાઈ રહ્યું છે. આવી રહેલી ચૂંટણીના પગલે પ્રિયંકા ગાંધી ગુજરાતમાં જન સભાને સંબોધન કરશે જેનો પ્રારંભ સુપ્રસિદ્ધ ઐતિહાસિક મંદિર સોમનાથ મહાદેવ ના દર્શન કરીને કરશે અને ત્યારબાદ ચૂંટણી સભા ને સંબોધન કરશે એવા સંકેતો મળી રહ્યા છે .ગુજરાતમાં અડાલજ ખાતે આયોજિત સભામાં કોંગ્રેસને મળેલ પ્રચંડ પ્રતિસાદ બાદ  આવનારા દિવસોમાં  ગુજરાત ખાતે તબક્કાવાર કોંગ્રેસ દ્વારા જનસભાનું  આયોજન કરવામાં આવશે .તેવા સંકેતો કોંગ્રેસ પક્ષના  ટોચના નેતાઓ એ આપ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અડાલજ ખાતેના મેગા શો અને જન સંકલ્પ રેલી બાદ પ્રિયંકા ગાંધી હવે સ્ટાર પ્રચારક બનશે અને કોંગ્રેસ વતી મેદાનમાં ઉતરશે જોકે ગુજરાતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહનું હોમ ટાઉન છે. જેના પગલે લોકસભાનો જંગ જીતવા પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતરશે તેમ મનાઈ રહ્યું છે.

Leave A Reply