Sunday, April 21

જૂનાગઢમાં પબજી ગેમ રમતાં ઝડપાયા, ૩ સામે કાર્યવાહી

Want create site? Find Free WordPress Themes and plugins.
રાજ્યભરમાં પબજી ગેમ રમવા બાબતે પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં પબજી ગેમ રમવાના કેસો બનવા લાગ્યા છે ત્યારે જૂનાગઢમાંથી પણ પબજી ગેમ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢના તળાવ દરવાજા નજીકથી જાહેરમાં પબજી ગેમ રમતાં ત્રણ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી રૂ.૧૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરૂધ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામા ભંગ અંગે પોલીસ ફરીયાદ નોંધાયેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ લખમણભાઈ અને સ્ટાફે તળાવ દરવાજા નજીકથી જાહેરમાં પબજી ગેમ રમવા અંગે તપાસ કરતાં ઈસમો ઝડપાઈ ગયા હતા અને આ અંગે પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી છે જેમાં રાહુલ વજુભાઈ ડાંગર, ઈમરાન મનુભાઈ સમા તથા અમીત દાદુભાઈ સમાનો ફોન એમ.આઈ. નોટ-૪ સફેદ કલરનો ચેક કરતાં જેમાં પબજી ગેમ રમતો હોય જેથી તેનો મોબાઈલ જે તે Âસ્થતિમાં રાખી સ્વીચ ઓફ કરી કિં.રૂ.૩,૦૦૦ ગણી કુલ રૂ.૧૪,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. આ અંગે ‘બી’ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

39 + = 40

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud